આફ્રિકન જાતનો એક ઉંદર આજકાલ વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત થયો છે. તેને હિરોની ઉપમા આપવામાં આવી રહી છે. તેની બહાદુરીના કિસ્સા લોકોના મોંઢે સાંભળવા મળી રહ્યાં છે. સાત વર્ષની ઉંમરના આ ઉંદરનું નામ છે મગાવા છે અને તમે અચંબિત થયા વિના નહીં રહો કારણ કે તે બોમ્બ સ્નિફિંગનું કામ કરતો હતો. જે કામ સ્નીફર ડોગ કરે છે તે જ કામ આ ઉંદરે પણ કર્યું અને આ કામ કરતા પોતાની કારકિર્દી દરમિયાન તેણે હજારો લોકોના જીવ બચાવ્યા છે. એટલું જ નહીં હવે 5 વર્ષની સેવા બાદ તે રીટાયર્ડ થઇ રહ્યો છે. તેને અગાઉ કંબોડિયામાં ગોલ્ડ મેડલ પણ મળ્યો છે. આ સામાન્ય ઉંદર નથી, પરંતુ આ ઉંદર લેન્ડમાઇન્સને સૂંઘવાની આવડત ધરાવે છે. તેણે આ ક્ષેત્રે 5 વર્ષની સેવા આપી અને હવે તેને નિવૃત્તિ આપવામાં આવી છે.
આ ઉંદરે 71 લેન્ડમાઇન્સ અને 38 જીવંત વિસ્ફોટો શોધ્યા છે, 20 ફૂટબોલ ક્ષેત્રોની સમકક્ષ જમીન ચકાસી છે
રિપોર્ટ મુજબ મગવાને એવી રીતે તાલીમ આપવામાં આવી હતી કે તે ગનપાવડરને સૂંઘી શકે અને સમયસર તેના હેન્ડલરને ચેતવણી આપે. તેમણે ઉંદરે ફરજ દરમિયાન 71 લેન્ડમાઇન્સ અને 38 જીવંત વિસ્ફોટો શોધીને હજારોની સંખ્યામાં જીવ બચાવ્યો છે. મગાવાને બેલ્જિયનની એક સંસ્થા APOPO દ્વારા તાલીમ આપવામાં આવી હતી. APOPO સંસ્થા ઉંદરોને લેન્ડમાઇન્સ અને ન અસ્પસ્તીકૃત વિસ્ફોટોને શોધવા માટે તાલીમ આપે છે. મગવાએ 1.4 લાખ ચોરસ મીટરથી વધુ જમીનની તપાસ કરી, જે લગભગ 20 ફૂટબોલ ક્ષેત્રોની સમકક્ષ છે.
‘બ્રિટીશ ચેરિટી’ મેડલથી નવાજવામાં આવ્યો
આટલું જ નહીં મવાવાને તેના કામ બદલ ‘બ્રિટીશ ચેરીટી’ દ્વારા મેડલ એનાયત કરાયો છે. હકીકતમાં બ્રિટીશ ચેરિટી એ પ્રાણીઓ માટેનું ટોચનું ઇનામ, જે અગાઉ ફક્ત કૂતરાઓ માટે અનામત રાખવામાં આવ્યું હતું, તે મગાવાને જીત્યું છે. મગાવા કદાચ વધુ કામ કરી શકે એમ હતો. તેને તાલીમ આપનારી સંસ્થાનું કહેવું છે કે, ‘તે ભલે હજી સ્વસ્થ છે, પરંતુ તે નિવૃત્તિની ઉંમરે પહોંચી ગયો છે અને દેખીતી રીતે તે સુસ્ત થઇ રહ્યો છે.’ તમને જણાવી દઈએ કે, જ્યારે મગાવાને 2016 માં કંબોડિયા લાવવામાં આવ્યો હતો, ત્યારે તે માત્ર 2 વર્ષનો હતો. જે વ્યક્તિ મગાવાનું ધ્યાન રાખતી એટલે કે તેના કેરટેકરે કહ્યું કે, “અમને તેની સેવાઓ પર ગર્વ છે. તેણે શાનદાર કામ કર્યું છે. ભલે તે નાનો છે પરંતુ મને તેની સાથે કામ કરવાનો ગર્વ છે, નિવૃત્તિ બાદ પણ મગાવા એ જ પિંજરામાં રહેશે, જ્યાં ડ્યુટી દરમિયાન રખાતો હતો. તેની દિનચર્યા પણ એ જ હશે અને તેનું ધ્યાન પણ પહેલાની જેમ રાખવામાં આવશે.