હાલ દેશ, ગુજરાત અને દુનિયામાં તોક-તે વાવાઝોડાની ચર્ચા છે. 155 કિલોમીટરની ગતિથી ફૂંકાઈ રહેલા આ વાવાઝોડાએ ગુજરાતના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી છે. સુરતમાં 65 કિલોમીટરની ઝડપે પૂવન ફૂંકાય રહ્યો છે અને અનેક ઘરના પતરા ઉડ્યા છે. ઝાડવા પડ્યા છે અને વીજપોલ, હોર્ડિંગ્સ પોલ ધરાસાય થયા છે ત્યારે આપણે પવનની તાકાત વિશે જાણવાની ઈચ્છા થાય. મોટો સવાલ એ થાય કે કેટલા કિલોમીટરની ઝડપ એક મનુષ્યને ઉડાવી શકે છે?