‘દબંગ’નો ડ્રાઈવર કોરોના પોઝિટવ, શું આવ્યો સલમાન ખાનનો રિપોર્ટ?

બોલિવુડના દબંગ સલમાન ખાનના ડ્રાઇવર અને તેના માટે કામ કરતા બે સ્ટાફના સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યાર બાદ સલમાન ખાને પોતાને આઇસોલેટ કરી લીધો હતો. આ ખબર બાદ એવું સાંભળવા મળ્યું હતું કે, સલમાન બિગ બોસ 14ને હવે હોસ્ટ કરશે કે નહીં? સલમાને તેના સ્ટાફના સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોતાનો રિપોર્ટ પણ કરાવ્યો હતો, જેમાં સલમાનનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.  આ જાણ થતા જ સલમાન અને તેના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને બિગ બોસના પ્રોડ્યૂસરો પણ ખુશ થઇ ગયા હતા. સલમાન ખાને સાવચેતીના ભાગરૂપે BMC પાસે પોતાનું ઘર સેનિટાઇઝ કરાવ્યું હતું.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ સલમાન ખાન આઈસોલેશનમાં રહ્યો હોવાના ન્યૂઝને ખોટા ઠેરવ્યા છે. શેરાએ કહ્યું હતું કે, ભાઈ ફિલ્મ સિટીમાં બિગ બોસ-14નું શૂટિંગ કરી રહ્યા છે. તે આઈસોલેશનમાં નથી. ભાઈનો ડ્રાઈવર અશોક એકદમ ફિટ અને ફાઈન છે. કોઈ ડ્રાઈવરને કશું થયું નથી. શેરાએ વધુમાં કહ્યું છે કે કોરોનાની ખબર આઈડિયા નથી કે કેવી રીતે ફેલાઈ રહી છે. શક્ય છે કે કોઈ બીજી ટીમના ડ્રાઈવરને કોરોના થયો હોય. જો તેને થયો હશે તો તેનો સંપર્ક સલમાન ખાન સાથે થયો નથી. આથી ભાઈ અને તેની કોર ટીમને કોઈ આઈસોલેટ થયા નથી. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પોતાના ડ્રાઈવર અશોક અને સ્ટાફ મેમ્બર્સને કોરોના પોઝીટીવ આવ્યા પછી સલમાન ખાને પોતાને આઈસોલેટ કરી દીધો છે. રિપોર્ટ્સમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે માત્ર સલમાન નહીં પરંતુ સંપૂર્ણ ખાન પરિવારે પોતાને 14 દિવસ સુધી આઈસોલેશનમાં રહેવાનો નિર્ણય લીધો છે. જ્યારે સંક્રમિત સ્ટાફને બોમ્બે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પરંતુ શેરાએ આ વાતોને ખારીજ કરી છે.

Leave a Reply

Translate »