ખુશી : કોરોના સામે ‘ભારત’ સુધારા પર, 90 ટકા રિકવરી રેટ

ભારતવર્ષમાં તહેવારોની સિઝન શરૂ થઈ છે ત્યારે આપણે  દુનિયા વિકસીત દેશોને કોરોના વાયરસ (Corona Virus) સામેની લડાઈમાં પાછળ રાખીને મોટી સફળતા હાંસલ કરી છે. એક તરફ દેશમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા ઘટી રહી છે તો બીજી બાજુ કોરોના સામે જંગ જીતનારા લોકોની સંખ્યામાં પણ ઈજાફો થઈ રહ્યો છે. ભારત (india)માં કોરોના સામેનો રિકવરી રેટ વધીને 90 ટકા પહોંચી ગયો છે. જે આપણા માટે સારા સમાચાર કહી શકા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 62,077 લોકોએ કોરોના વાયરસને મ્હાત આપી છે, તો આ સમયગાળા દરમિયાન સંક્રમણના  50,129 નવા કેસ નોંધાયા છે. આમ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકો કરતા તેમાંથી સાજા થનારાઓની સંખ્યા 64,09,969 હજાર છે. સાથો સાથ મૃતાંકમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક સપ્તાહથી સતત દેશભરમાંથી એક હજારથી પણ ઓછા લોકો મોતને ભેટે છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાને આ આંકડો 2 ઓક્ટોબરના 1100થી ઓછો છે. દેશમાં હવે માત્ર 6,68,154 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે જે કુલ કોરોના કેસોના માત્ર 8.50 ટકા જ છે. દસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો-મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિળનાડુ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને છત્તિસગઠમાં સાજા થયેલા કેસોમાંથી 75 ટકા કેસ નોંધવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 10 હજારથી વધારે દર્દીઓ સાજા થયા

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 10 હજારથી વધારે લોકો સાજા થયા છે. કોરોનાના સંક્રમણના 50,129 નવા કેસમાંથી 79 ટકા આ દસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નોંધવામાં આવ્યા છે. કેરળમાં સૌથી વધારે 8 હજારથી પણ અવધારે કેસ નોંધવામાં આવ્યા છે જ્યારે મહારાષ્ટ્રમાં ઘટીને માત્ર 6 જ હજાર કોરોના સંક્રમિત કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી માત્ર 578 લોકોના મોત થયા છે. તેમાંથી લગભગ 80 ટકા આ 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી જાણકારી પ્રમાણે ભારતમાં 50,192 નવા દર્દીઓ સાથે કુલ કોરોના સંક્રમિત કેસોની સંખ્યા વધીને 78,64,811 થઈ ગઈ છે જ્યારે મૃતાંક 1,18,534 પહોંચ્યો છે.

Leave a Reply

Translate »