સુરતના વિવર્સ દેવ દિવાળી સુધી વેકેશન રાખશે : ફૉગવા

ફોગવા ની તાજેતર મા લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર, વરાછા રોડ, સુરત ખાતે એક અગત્યની મિટિંગ દિવાળી વેકેશન તથા અન્ય વિવિધ પ્રશ્નો ની ચર્ચા વિચારણા માટે રાખવા મા આવી હતી . બેઠક માં દેવ દિવાળી સુધી વેકેશન રાખવા નું નક્કી કરાયું હતું.

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

જેમાં વિવિધ એસોસિએશન ના હોદેદારો આશિષભાઇ ગુજરાતી, હરિભાઈ કથીરિયા, મહેન્દ્રભાઈ રામોલીયા, બાબુભાઇ સોજીત્રા, ઉમેશભાઈ વેકરીયા, રાકેશભાઈ અસારવાળા, બાબુભાઇ ભગત,હિમાંશુભાઈ બોડાવાલા, સંજયભાઈ દેસાઈ વગેરે

સાથે ચર્ચા વિચારણા કરી સર્વાનુમતે નીચે મુજબ ના નિર્ણયો લેવામા આવ્યા છે.
(1)દિવાળી વેકેશન દેવ દિવાળી સુધી નું રહેશે એટલે કે તા ૩૦/૧૧/૨૦૨૦ થી બધા યુનિટો શરુ થશે.
(2)વિવર્સઓ દ્વારા ખરીદાતો કાચો માલ એટલે કે સર્વ પ્રકાર ના યાર્ન નું પેમેન્ટ ૧૫ દિવસ નેટ મા કરવાનું રહેશે. Nextday પેમેન્ટ મા ૧% કેશ ડિસ્કાઉન્ટ કાપવાનો રહેશે.
(3)વિવર્સ દ્વારા વેચવા મા આવતો તૈયાર માલ એટલે કે ગ્રે કપડા નું પેમેન્ટ લેવાનો નો ધારો વાર ટુ વાર (૭ દિવસ )નેટ કેશ નો રહેશે. લેટ પેમેન્ટ પર ૧૮% લેખે વ્યાજ લાગશે.
(3)માર્કેટ મા વારમવાર થતા છેતરપિંડી અને ઉઠમણાં રોકવા માટે ફોગવા દ્વારા સરકાર શ્રી ને આર્થિક અપરાધ નિવારણ માટે સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમ નિમવા રજુઆત કરવામાં આવશે. વધુમાં વિવર્સ મિત્રો ની એક કમિટી બનાવી માર્કેટ મા ઉઠમણું કરવા બેસતા ચીટર્સઓનો સર્વે કરી ને લિસ્ટ બનાવી જાહેર કરવા મા આવશે. ફોગવા ઉઠમણાં અને છેતરપિંડી રોકવા માટે ખુબજ આક્રમક પગલાં લેશે.
(4)સરકાર દ્વારા નવા સ્થપાતા યુનિટો તથા નવી મશીનરી નાખનાર ને વીજ બિલ મા સબસિડી આપવાનું નક્કી થયું હતું પરંતુ આજ સુધી એનો લાભ ઉદ્યોગો ને મળ્યો નથી જે અંગે નું ધ્યાન સરકારશ્રી ને દોરી એનો ઉદ્યોગો ને લાભ મળે એવી રજુઆત કરવામાં આવશે.
(5)ટેક્સટાઇલ ઉદ્યોગ મા કામ કરતા કામદારો માટે તાજેતર મા મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ દ્વારા બંધ થયેલી કામદાર વીમા પોલિસી ફરી થી ચાલુ થાય તે માટે ટેક્સટાઇલ મિનિસ્ટ્રી ને રજુઆત કરવામાં આવશે.

Leave a Reply

Translate »