માહિતી પંચે મંત્રાલય અને ઘણા વિભાગોને કારણદર્શક નોટિસ ફટકારી હતી
કોરોના વાયરસ સંબંધિત કેન્દ્ર સરકારની દરેક માર્ગદર્શિકામાં આરોગ્ય સેતુ એપ્લિકેશનનો ઉપયોગ કરવા સૂચન કરવામાં આવે છે. પરંતુ હવે આ એપ વિશે એક મંગાયેલી આરટીઆઈ(RTI) માં સરકારે ચોંકાવાનારો ખુલાસો કરતા જવાબ આપ્યો છે કે, આરોગ્ય સેતુ એપ્લિકેશન કોણે બનાવી છે તે અંગે તેમની પાસે માહિતી નથી. હવે સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન (CIC) એ આ બાબતે ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલય, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, નેશનલ ઈ-ગવર્નન્સ ડિવીઝન અને પબ્લિક ઇન્ફર્મેશન ઓફિસર્સ (CPIO) ને કારણદર્શક નોટિસ પાઠવી છે.
જ્યારે એપ્લિકેશનમાં બનાવનારનું નામ છે તો આરટીઆના જવાબમાં કેમ નથી?
મીડીયા રિપોર્ટ મુજબ કેન્દ્રીય માહિતી આયોગે આ તમામ મંત્રાલયો અને વિભાગોને નોટિસ ફટકારી છે, જેમાં પૂછવામાં આવ્યું છે કે આર.ટી.આઈ.ના પ્રશ્ને આરોગી સેતુ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહેલા કરોડો લોકો દ્વારા પૂછેલા પ્રશ્નના સ્પષ્ટ જવાબ કેમ આપવામાં આવ્યા નથી. આ સિવાય સીઆઈસીએ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી) ને પૂછ્યું છે કે જ્યારે આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તે એનઆઈસી(NIC) દ્વારા વિકસિત અને ડિઝાઇન કરવામાં આવી છે, ત્યારે તે કેવી રીતે થઈ શકે કે તેઓને ખબર નથી કે આ એપ્લિકેશન કોણે બનાવી છે.? નોંધનીય છે કે આરોગ્ય સેતુની એપમાં કહેવામાં આવ્યું છે કે તે આઇટી મંત્રાલય અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી) દ્વારા સંયુક્ત રીતે તૈયાર કર્યું છે.
સીઆઈસીએ લેખિતમાં જવાબ માંગી રહ્યું છે
ઇન્ફર્મેશન કમિશનર એન.સરને જાહેર માહિતી અધિકારીઓ અને એનઆઈસીને લેખિતમાં જવાબ આપવા જણાવ્યું છે કે જો તેઓ જાણતા નથી કે આરોગ્ય સેતુ એપ્લિકેશન કોણે બનાવી છે તો સરકારની વેબસાઇટ પર કેવી રીતે ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ સિવાય સીઆઈસીએ માહિતી અધિકારીઓને પણ કહ્યું છે કે તેઓ માહિતી આપવાનો ઇન્કાર કરી શકતા નથી. એટલે કે, હવે આરટીઆઈ યુઝર્સે તેમને કહેવું પડશે કે આરોગ્ય સેતુ એપ કોણે વિકસાવી છે. જ્યારે આરટીઆઈ નો જવાબ આપતા મંત્રાલય તરફથી આ જવાબ મળ્યો કે તેઓ આરોગ્ય સેતુને ડેવલપ કરનારા વિશે કશું જ જાણતા નથી, ત્યારે આરટીઆઇ કાર્યકર્તાએ કમિશનરને ફરિયાદ કરી. જે બાદ હવે આ સંબંધિત તમામ વિભાગોને આ નોટિસ પાઠવવામાં આવી છે.
(એજન્સી)