ચલથાણ ગામના વરિષ્ઠ નરેન્દ્ર દેસાઇએ કોરોનાને મ્હાત આપી

સુરત સિવિલ હોસ્પિટલમાં ૨૮ દિવસ કોરોનાની સારવાર લઈ પલસાણા તાલુકાના ચલથાણના નિવૃત એકાઉન્ટન્ટ નરેન્દ્રભાઈ દેસાઈ પાંચ દિવસ બાયપેપ અને ૧૯ દિવસ ઓક્સિજન પર રહી કોરોનાને હરાવવામાં સફળ થયા છે.
ચલથાણ નિવાસી નરેન્દ્રભાઈએ તંદુરસ્ત થવાનો યશ કોરોના યોદ્ધા ડોકટર અને આરોગ્ય સ્ટાફને આપ્યો હતો. તેઓ સ્વસ્થ થતાં પરિવારમાં ખુશહાલીનો માહોલ છવાયો હતો. \નરેન્દ્રભાઇ કહે છે કે, તા. ૨૪મી સપ્ટેમ્બરથી તાવ, શરદી, ખાંસી જાણતાં ૧૦૪ પર ફોન કર્યા હતો, અને તરત સારવાર મળી. પરંતુ તબિયતમાં સુધારો ન થતાં તા.૨૬મી સપ્ટેમ્બરના રોજ ૧૦૮માં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. જ્યાં રિપોર્ટ પોઝીટીવ આવતા ડોક્ટરની સલાહથી કોવિડ-૧૯ વોર્ડમાં દાખલ થયો. જ્યાં ઓક્સિજન લેવલ ઓછું હોવાથી બાપેપપ પર રાખવામાં આવ્યો હતો.
નરેન્દ્રભાઇ દેસાઇની પુત્રવધુએ જણાવ્યું કે, ડોક્ટરો અમારી સાથે રોજ વાત કરી પિતાની તબિયત વિષે માહિતી આપતા હતા. ડોકટરોની સતત કાળજી અને મહેનતા પરિણામે તા.૨૩ ઓક્ટોમ્બરના રોજ પિતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી હતી.
કોવિડ-૧૯માં ફરજ પરના મેડિસિન વિભાગના રેસિડેન્ટ ડો.ફરાઝએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈને પ્લાઝમાનું સફળ ટ્રાન્સફ્યુઝન કરવામાં આવ્યું હતું. આમ, સિવિલ હોસ્પિટલના કર્મનિષ્ઠ તબીબો અને નર્સિંગ સ્ટાફની ટીમના સફળ ઉપચારથી નરેન્દ્રભાઇ દેસાઇ ૨૮ દિવસની લાંબી સારવાર બાદ કોરોનાને હરાવવા સફળ થયા છે
-૦૦-

Leave a Reply

Translate »