વૃંદાવન હોસ્પિટલની પેથોલોજી લેબ દ્વારા ખુલ્લા પ્લોટ પર બાયોમેડિકલ વેસ્ટનો જોખમી નિકાલ કરાતા કતારગામ ઝોનના આરોગ્ય વિભાગે લેબને 25 હજારનો દંડ ફટકાર્યો છે. નાની બહુચરાજી વિસ્તારમાં રામેશ્વર ઈન્ડસ્ટ્રીઝ સોસા. પાસે જાહેર રસ્તા પર બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો ફેંકાયો હોવાથી કતારગામ ઝોનના આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરતાં વૃંદાવન હોસ્પિટલની પેથોલોજી લેબોરેટરીમાંથી જથ્થો ફેંકાયો હોવાનું જણાઈ આવતાં માલિક મયુર વઘાસીયા પાસેથી 25 હજારનો દંડ વસુલવામાં આવ્યો છે. નાયબ આરોગ્ય અધિકારી કે.એ.શ્રોફે કહ્યું હતું કે, સિરિંજ, આઈવી સેટ, મેલેરિયાના રેપિડ ટેસ્ટનો 300 ગ્રામથી વધુનો જથ્થો ફેંકાયો હતો.
આ તસ્વીર પ્રતીકાત્મક છે.