ગુજરાતના પૂર્વ મૂખ્ય મંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનો પાર્થિવનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. ગાંધીનગર સેક્ટર-30ના સ્મશાનગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. કેશુબાપાને ગાર્ડ ઓફ ઓનર અપાયું. ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની નિવાસ સ્થાનેથી તિરંગો લપેટી સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ યાત્રા નીકળી હતી. જેમા મોટી સંખ્યા રાજકીય આગેવાનો સાથે લોકો જોડાયા હતા અને અશ્રુભીની આંખે બાપાને વિદાય આપી હતી.
અમારા પ્રિય અને આદરણીય કેશુભાઇનું અવસાન થયું છે… હું ખૂબ દુ:ખી અને વ્યથિત છું. તેઓ સમાજના દરેક વર્ગની સંભાળ રાખનારા એક ઉતમ નેતા હતા. તેઓનું જીવન ગુજરાતની પ્રગતિ અને દરેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે સમર્પિત હતું. pic.twitter.com/XkyhjxAWXk
— Narendra Modi (@narendramodi) October 29, 2020
પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના નિધનને લઈને રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. તો બીજી તરફ કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યુ હતુ અને કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપાના વરિષ્ઠ નેતા શ્રી કેશુભાઈ પટેલના પાર્થિવ દેહને શોકાતુર હૃદયે પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી…
પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે એ જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના.
ૐ શાંતિ… pic.twitter.com/0JJvR29BqO
— Vijay Rupani (@vijayrupanibjp) October 29, 2020
કેશુબાપાની અંતિમ યાત્રામાં તેમના પરિવારજનો, રાજકીય નેતાઓ અને અનેક લોકો જોડાયા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા છે. તો ભાજપ, કોંગ્રેસના નેતાઓ અને પ્રવિણ તોગડિયા પણ હાજર રહ્યા. ઉપરાંત મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા અને કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપી હતી. કેશુભાઇ પટેલને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં કાર્ડિયાક અરેસ્ટને કારણે કેશુભાઇનું નિધન થયું.