પીવાના પાણીના સેમ્પલની વિગતો માસિક ધોરણે જાહેર કરો: નગરસેવક વિજય પાનસેરિયા

મહાનગરપાલિકાની વેબસાઈટ પર માસિક ધોરણે મુકાતા ઝોનવાઇઝ લેવાતા પીવાના પાણીની ગુણવતા સંબંધી સેમ્પલો અંગેની જાણકારી જુલાઈ-2018 થી સદંતર બંધ કરવામાં આવી છે. જેને ફરીથી લોકહિતમાં પબ્લીક પ્લેટફોર્મ પર પ્રસિધ્ધ કરવા બાબતે કોંગ્રેસના કાઉન્સિલર વિજય પાનસેરિયાએ પાલિકા કમિશનર પાનીને પત્ર લખીને કરી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની જનતાને પૂરા પાડવામાં આવતા પીવાના પાણીની ગુણવત્તા જળવાય રહે અને તેમાં જો કોઈ કચાશ જણાય તો લોકોના આરોગ્ય પર તેની વિપરીત અસર ન પડે તથા શહેરની જનતા પાણીજન્ય રોગોથી બચાવી શકાય તે હેતુસર પાલિકા દ્વારા શહેરના ઝોન વાઈજ અલગ અલગ વિસ્તારોમાંથી પાણી સપ્લાય દરમ્યાન શહેરીજનોના ઘરના નળમાંથી પાણીના નમુનાઓનું એકત્રિકરણ કરવામાં આવે છે. તથા તે તમામ સેમ્પલોને તેમની ચકાસણી અર્થે લેબોરેટરી ટેસ્ટીંગ કરાવી તેમને બે ભાગોમાં (1) ફીટ નમુનાઓ (2) અનફીટ નમુનઓમાં વિભાજિત કરવામાં છે. જે પૈકી અનફીટ જાહેર થયેલ પાણીના નમુનાઓની વિગતો જે તે તારીખ અને સરનામાં સાથે સુરત મહાનગરપાલિકાની પોતાની વેબસાઈટ પર માસિક ધોરણે પ્રસિધ્ધ કરવામાં આવતા હતા.

માહિતી ફરીથી આપવાનું શરૂ કરવા રજૂઆત
પાણીના નમુનાઓની વેબસાઈટ પર માસિક ધોરણે પ્રસિધ્ધ કરવાના કારણે પાણીની ગુણવતા અંગેની જરૂરી માહીતી સંલગ્ન અધિકારીઓ સહિત જાહેર જનતાને પ્રાપ્ત થતી હતી તથા તેના કારણે સંલગ્ન વિભાગ તથા પ્રજામાં જાગૃતિ આવતી હતી તથા પાણીજન્ય રોગચાળા સામે જરૂરી પગલાં લેવામાં આવતા હતા. પરંતુ ગત જુલાઈ–2018 પછી મહાનગરપાલિકા દ્વારા આ અતિ મહત્વપૂર્ણ માહિતીની અગત્યતા જણાતી ન હોય તેમ તેને પ્રસિધ્ધ કરવાનું સદંતર બંધ કરેલ છે. જે અંગે કોઈ ચોકકસ કોઈ કારણો હોય તો તેનો ખુલાસો મેળવી તથા તેને નિયમિત ધોરણે પ્રજાહિતમાં ઝોનવાઈઝ લેવામાં આવતા ઘરોના નળોમાંથી લેવામાં આવતા પીવાના પાણીના સેમ્પલોના રિપોર્ટના આંકડાઓ વિગતવાર પ્રજાહિતમાં પ્રસિધ્ધ કરવાની ઘટિત કાર્યવાહી હાથ ધરશો એવી કાઉન્સિલર વિજય પાનશેરિયાએ રજૂઆત કરીછે.

Leave a Reply

Translate »