ઓફર : એમેઝોન સેલના છેલ્લા દિવસે 50 ઈંચનું ટીવી 18999 રૂ.માં અને ડબલ ડોર ફ્રિજ 16290 રૂપિયામાં ખરીદવાની તક

છેલ્લા 20 દિવસથી ચાલી રહેલા એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ તેના ફાઈનલ સ્ટેજ પર પહોંચી ગયો છે. આ સેલ 13 નવેમ્બરે પૂરો થઈ જશે. આ પહેલી વખત છે જ્યારે સેલ આટલા લાંબા સમય સુધી ચાલ્યો હોય. આવી સ્થિતિમાં એમેઝોન તેના ગ્રાહકો માટે ઘણી સારી ઓફર લઈને આવ્યો છે. એટલે કે સેલના ફાઈનલ ડેઝ દરમિયાન સ્માર્ટફોન, ટીવી, હોમ અપ્લાયન્સ, કિચન અપ્લાયન્સ, કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ, ફેશન એન્ડ બ્યુટી જેવી ઘણી પ્રોડક્ટ પર મોટો ફાયદો મળશે.

બેંક ઓફર અને ડિસ્કાઉન્ટ

  • એમેઝોન 5000 અથવા તેનાથી વધારે કિંમતના ઓર્ડર પર SBI ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને 10%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. તે ઉપરાંત એમેઝોન પે લેટર અને નો કોસ્ટ EMI જેવી ઓફર્સ પણ ઘણી બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર મળી રહી છે.
  • એવા ગ્રાહકો જે એમેઝોન પેથી શોપિંગ કરે છે તેમને 500 રૂપિયા સુધી શોપિંગ રિવર્ડ્સ મળી રહ્યા છે. ગ્રાહક આ શોપિંગ દરમિયાન એમેઝોન પે UPIથી પણ ટ્રાન્ઝેક્શન કરી શકે છે.

સ્માર્ટફોન અને મોબાઈલ એક્સેસરીઝ પર ઓફર

  • એમેઝોન ઈન્ડિયન સ્માર્ટફોન પર 40%ની સાથે 6000 રૂપિયા સુધી એડિશનલ એક્સચેન્જ ઓફર અને 12 મહિનાની નો કોસ્ટ-EMI ઓફર આપી રહ્યું છે.
  • વનપ્લસ 8T, સેમસંગ ગેલેક્સી M31 પ્રાઈમ અને ઓપ્પો A15ને સેલ દરમિયાન સતત ખરીદી શકાશે.
  • સેમસંગ, વનપ્લસ અને રેડમીની સાથે બીજા સ્માર્ટફોન પર બેંક કાર્ડથી શોપિંગ કરવા પર ડિસ્કાઉન્ટ પણ મળશે.
  • 7000mAh બેટરીવાળા સેમસંગ ગેલેક્સી M51 પર 3000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, 6 મહિનાનું નો કોસ્ટ EMI અને સેમસંગ ગેરટેંડ એક્સચેન્જ જેમાં ગ્રાહકોને 40% વધારે લાભ મળશે. તેનું 6+128GB વેરિઅન્ટ બેંક ઓફરની સાથે 19,499 રૂપિયામાં મળી રહ્યો છે.
  • વનપ્લસ 7T અને 7T પ્રો સ્માર્ટફોન પર બેંક ઓફરની સાથે 5000 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
  • સેમસંગ M31, M31 પ્રાઈમ એડિશન અને M31s પર આ સેલ દરમિયાન ગ્રાહકોને 1000 રૂપિયાનું એમેઝોન પે કેશબેક અને 10% બેંક ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.
  • ગ્રાહકોને બજેટ સ્માર્ટફોન રેડમી9A અને રેડમી 9 પ્રાઇમ પર 500 રૂપિયાનું કેશબેક મળી રહ્યું છે.
  • સેમસંગની M સિરીઝવાળા સ્માર્ટફોનમાં સુપ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેની કિંમત 12,499 રૂપિયાથી શરૂ થાય છે. તેમજ, તેને 6 મહિનાની નો-કોસ્ટ EMI પર પણ ખરીદી શકાય છે.
  • એપલ આઇફોન 11ની પ્રારંભિક કિંમત 50,999 રૂપિયા છે. તેમજ, આઇફોન 7ને 24,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
  • વનપ્લસ 8 સિરીઝની પ્રારંભિક કિંમત 39,999 રૂપિયા છે. તેની પર 500 રૂપિયા સુધીની ઓફર સાથે 6 મહિનાની નો-કોસ્ટ EMI મળી રહી છે.
  • સેમસંગના ફ્લેગશિપ સ્માર્ટફોન 34,000 રૂપિયાની ઓછી કિંમતે ખરીદી શકાય છે.
  • શાઓમી સ્માર્ટફોન પર 20%ની ઓફર મળી રહી છે. આ ઓફર રેડમી નોટ 9પ્રો, રેડમી 9 પ્રાઇમ અને રેડમી 9A પર અવેલેબલ છે.
  • વીવો સ્માર્ટફોન પર 30% ઓફર સાથે 4000 રૂપિયા સુધીનું એડિશનલ કેશબેક અને ગેરંટેડ એક્સચેન્જ ઓફર મળી રહી છે.
  • ઓપ્પો સ્માર્ટફોન પર 23,000 રૂપિયા સુધી ઓફર અને 12 મહિનાની નો-કોસ્ટ EMIનો ઓપ્શન મળી રહ્યો છે.
  • ટેક્નો, આઇટેલ, કૂલપેડ અને લાવા જેવાં સ્માર્ટફોન બ્રાન્ડ પર પણ અનેક ઓફર્સ મળી રહી છે.
  • મોબાઇલ એક્સેસરીઝની પ્રારંભિક કિંમત 49 રૂપિયા છે. પાવરબેંક પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેમજ, હેડસેટની પ્રારંભિક કિંમત 149 રૂપિયા છે.

હોમ અપ્લાયન્સ અને TVs

  • ટીવી અને હોમ અપ્લાયન્સ પર 75% સુધીનું ડિસ્કાઉન્ટ, 291 રૂપિયાની નો-કોસ્ટ EMI, 169 રૂપિયાની પ્રારંભિક કિંમતનો ટોટલ પ્રોટેક્શન પ્લાન અને 48 કલાકમાં ઇન્સ્ટોલેશન મળી રહ્યું છે.
  • ટોપ ટીવી બ્રાન્ડ જેમ કે વનપ્લસ, શાઓમી, LG, સોની અને અન્ય ઘણી કંપની પર ઓફર મળી રહી છે.
  • 50 ઇંચના ટીવીની પ્રારંભિક કિંમત 18,999 રૂપિયા છે. આ ટીવીને 833 રૂપિયાના નો કોસ્ટ EMI પર ખરીદી શકો છો.
  • 32 ઇંચના ટીવીની પ્રારંભિક કિંમત 8499 રૂપિયા છે.
  • સિલેક્ટ ટીવી બ્રાન્ડ 3 વર્ષ સુધી ફ્રી એક્સટેન્ડેડ વોરંટી પણ ઓફર કરી રહી છે.
  • સેમસંગ, LG, IFB સહિત ઘણી ટોપ બ્રાન્ડની વસ્તુઓ પર ઓફર્સ ચાલુ છે.
  • ડબલ ડોર રેફ્રિજરેટરની પ્રારંભિક કિંમત 16,290 રૂપિયા છે. તેની પર 11,900 રૂપિયાની એક્સચેન્જ ઓફર અને 24 મહિનાનું નો કોસ્ટ EMI પણ મળશે.
  • ફુલી ઓટોમેટિક ટોપ લોડ વોશિંગ મશીનની પ્રારંભિક કિંમત 8,499 રૂપિયા છે. 941 રૂપિયાના નો કોસ્ટ EMI પર ખરીદી શકાશે.
  • એર કંડીશનરની પ્રારંભિક કિંમત 15,499 રૂપિયા છે. તેને 1222 રૂપિયાના નો કોસ્ટ EMI પર ખરીદી શકશો.
  • ડિશવોશરની પ્રારંભિક કિંમત 18,999 રૂપિયા છે.
  • માઈક્રોવેવની પ્રારંભિક કિંમત 3,799 રૂપિયા છે. તેને 433 રૂપિયાના નો કોસ્ટ EMI પર પણ ખરીદી શકશો.
  • કિચન ચિમની પર 60% ડિસ્કાઉન્ટ છે. તેને 403 રૂપિયાના નો કોસ્ટ EMI પર ખરીદી શકાશે.

Leave a Reply

Translate »