મુંબઈ હાઈકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખતા રિપબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે અર્નબ જામીન માટે સેશન્સ કોર્ટમાં જઈ શકે છે. આ માટે તેણે નિયત સમયમાં અપીલ કરવી પડશે. એક ડિઝાઇનર અને તેની માતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના આરોપમાં અર્નબની મુંબઈ પોલીસે 4 નવેમ્બરના રોજ ધરપકડ કરી હતી. પરિણામે અર્ણબની દિવાળી કદાચ જેલમાં જઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, રાયગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે અર્ણબ ગોસ્વામીને 18 નવેમ્બર સુધીમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ત્યાર બાદ તેને શનિવારની રાત સુધી અલીબાગની એક શાળામાં ક્વોરન્ટીન સેન્ટર રૂપે બનાવાયેલી અસ્થાયી જેલમાં રાખવામાં આવ્યો હતો. રવિવારે સવારે તેને તલોજા જેલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવા છતાં અર્નબ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા અને ન્યાયિક કસ્ટડી હોવા છતાં સોશિયલ મીડિયા પર સક્રિય હતો. પરિણામે તેમને જેલમાં શિફ્ટ કરાયા છે.
રાજ્યપાલે અર્નબની સુરક્ષા અંગે ગૃહમંત્રી સાથે કરી વાત
મહારાષ્ટ્ર રાજભવન તરફથી એક નિવેદન આવ્યું છે કે અર્ણબ ગોસ્વામી સંદર્ભ રાજ્યપાલ બી.એસ. કોશ્યારીએ ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે વાત કરી છે. રાજ્યપાલે તેની સુરક્ષા અને આરોગ્ય અંગે ચિંતા વ્યક્ત કરી અને સાથે કહ્યું કે અર્ણબના પરિવારને તેમની સાથે મળવા અને વાત કરવાની છૂટ આપવામાં આવે.