સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ સામે એક પછી એક ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી છે. હજી ખીચડી-કઢી કૌભાંડ શાંત થયું નથી ત્યાં હવે કોરોનાકાળ દરમિયાન જે તે વિસ્તારને કલસ્ટર જાહેર કર્યા બાદ તેને પતરા, વાંસ વગેરેથી બંધ કરવાના મામલે મનપાના જુદાજુદા ઝોનમાં કોન્ટ્રાક્ટરને એક જ દર ન આપી અલગઅલગ રૂપિયા ચુકવાયા હોવાનું એક આરટીઆઈમાં સામે આવ્યું છે. આ મામલે આમઆદમી પાર્ટીઓ રૂ. 28.64 લાખનો ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આરોપ લગાવી તેની તપાસ કરાવવા મેયર, મનપા કમિશનર, વિરોધ પક્ષના નેતા પપન તોગડિયા, જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી તેમજ પબ્લિક ગ્રિવેન્સ પોર્ટલ પર ફરિયાદ કરવામાં આવી છે અને પગલા લેવા માંગ કરી છે.
આરટીઆઈ મેળવી આપ દ્વારા આ રીતે ટાળો મેળવાયો તો…
આર. કે. સાનેપરા તેમજ રજની કાંત પાંચાણી દ્વારા આપના પ્રવક્તા યોગેશભાઈ જાદવાણી ના માર્ગદર્શન હેઠળ RTI કરી માહિતી મેળવી હતી. સુરતમાં કોરોના પોઝિટિવ વિસ્તારને ક્લસ્ટર કરવા માટે વાંસ, બામ્બુ, પતરા જેવી ચીજવસ્તુ નો ઉપયોગ કર્યો હતો.. આ માટે સુરત મહાનગર પાલિકાની સેન્ટ્રલ ઝોન, વરાછા પુર્વ ઝોન-એ અને બી ઝોન દ્વારા બેરીકેટ ભાડે લીધેલ. ભાડે લીધેલ બેરીકેટના કામકાજ માટે આપેલ કામની કંપની/એજન્સી/વ્યક્તિના બિલોની ચકાસણી કરતા માલુમ પડ્યું કે સેન્ટ્રલ ઝોન દ્વારા પહેલા દિવસના રનિંગ ફૂટના ૧૫ રૂ. અને પછીના દિવસોના રનિંગ ફૂટના ૭.૫0 રૂ. ચુકવવામા આવેલ અને વરાછા પુર્વઝોન-એ અને બી દ્વારા પહેલા દિવસના રનિંગ ફૂટના ૧૫ રૂ।. અને પછીના દિવસોના પણ રનિંગ ફૂટના ૧૫ રૂ।. ચુકવવામા આવેલ છે. તેથી વરાછા ઝોન એ અને બી ઝોન દ્વારા વધારાની રકમ ચૂકવવામાં આવેલ છે કલસ્ટર વિસ્તારને સીલ કરવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા બેરીકેટ ભાડે લીધેલ અને ઉપયોગમાં લીધે દિવસોની ગણતરી કરતા સેંટ્રલ ઝોન દ્વારા ટોટલ મળીને તારીખ : ૦૧.૦૪.૨૦૨૦ થી ૨૫.૦૬.૨૦૨૦ સુધીમાં રૂ।. ૨૩,૮૧,૫૫૨/- ચુકવવામા આવેલ પરંતુ આ જ બેરીકેટને ખરીદી કરવામાં આવે અને ઝોન દ્વારા ભાડે આપેલ તે સમય ગાળાની ગણતરી કરવામાં આવે તો તેની કિમંત અંદાજે રૂ।. ૮,૭૯,૮૨૪/- ચુકવવાના થાય. અને વરાછા ઈસ્ટ ઝોન એ અને બી દ્વારા ટોટલ મળીને રૂ।. ૧૬,૭૨,૩૫૧/- ચુકવવામા આવેલ પરંતુ આ જ બેરીકેટને ખરીદી કરવામાં આવે અને ઝોન દ્વારા ભાડે આપેલ તે સમય ગાળાની ગણતરી કરવામાં આવે તો તેની કિમંત અંદાજે રૂ।. ૩,૦૯,૩૮૫/- ચુકવવાના થાય. તેથી સ્પષ્ટ થાય છે કલસ્ટર વિસ્તારને સીલ કરવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા બેરીકેટ ભાડે લીધેલ તેમાં મળતીયા વ્યક્તિને કામગીરી આપીને સેંટ્રલ ઝોન દ્વારા અંદાજિત રૂ।. ૧૫,૦૨,૦૨૮/- તથા વરાછા ઈસ્ટ ઝોન એ-બી દ્વારા અંદાજિત રૂ।. ૧૩,૬૨,૯૬૬/- વધુ ચુક્વેલ છે સેંટ્રલ ઝોન અને વરાછા ઈસ્ટ ઝોન અને બી મળીને અંદાજિત રૂ।. ૨૮,૬૪,૯૪૪/- રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આરોપ લગાવાયો છે. આ ભ્રષ્ટાચારથી સુરત મહાનગર પાલિકાની તિજોરીને નુકશાન પહોચાડવામાં આવેલ છે. તેથી થયેલ ભ્રષ્ટ કામગીરીની તપાસ કરી જવાબદાર અધિકારી તેમજ વ્યક્તિ પાસેથી વસુલ કરી સુરત મહાનગર પાલિકાની તિજોરીમાં જમા કરવામાં આવે અને જવાબદાર અધિકારી વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવે.
વધુમાં યોગેશભાઈ જાળવણી દવારા જણાવેલ કે સેંટ્રલ ઝોન અને વરાછા ઈસ્ટ ઝોન એ અને બી મળીને ટોટલ રૂ।.૪૦,૫૪,૨૦૩/- ની રકમમાં અંદાજે રૂ।. ૨૮,૬૪,૯૪૪/- નો ભ્રષ્ટાચાર ને ટકાવારીમાં જોતાં ૭૦.૬૭% જેટલો ભ્રષ્ટાચાર થતો હોય તો વર્ષ ૨૦૨૦-૨૧ ના અંદાજિત બજેટ રૂ। ૫૩૩૮.૬૫/- કરોડ માં કેટલો ભ્રષ્ટાચાર થતો હશે તે એક મોટો સવાલ અધિકારીઓ સામે ઊભો થઈ રહ્યો છે.