સરહદ પર કાવતરુ કરવાનો પ્રયાસ કરશો તો પ્રંચડ જવાબ મળશે: વડાપ્રધાન

દર વર્ષની જેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે પણ બોર્ડર પર તૈનાત સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. લોંગેવાલા મૂળભૂત રીતે બીએસએફની એક પોસ્ટ છે. અને તે ભારત-પાકિસ્તાન સરહદ જૈસલમેરમાં મળી છે. અહીં બોર્ડર પર બીએસએફ તહેનાત છે. સુપ્રસિદ્ધ તનોટ માતાનું મંદિર પણ અહીં છે. વડા પ્રધાન જૈસલમેરના લોંગેવાલા બોર્ડર પર બીએસએફ જવાનો સાથે દીપાવલીની ઉજવણી કરી રહ્યા છે.

પીએમ મોદી સાથે સીડીએસ બિપિન રાવત, આર્મી ચીફ એમએમ નરવાણ, એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરીયા અને બીએસએફના ડીજી રાકેશ અસ્થાના પણ હાજર રહ્યાં . વડાપ્રધાનએ ભાષણમાં કહ્યું કે, સરહદની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં કરવામાં આવે. ચીન અને પાકિસ્તાનને ચેતવણી આપી કે કોઈ કાવતરું કરવાનો પ્રયાસ કર્યો તો પ્રચંડ જવાબ મળશે. મોદીએ કહ્યું કે, હું તમારા માટે દરેક ભારતવાસીની શુભકામનાઓ અને પ્રેમ લઈને આવ્યો છું. દરેક વરિષ્ઠજનનો આશીર્વાદ લઈને આવ્યો છું.તમે સૌ અભિનંદનના હકદાર છો. 2014માં પીએમ બન્યા પછી પહેલી વખત સિયાચિન ગયો હતો. દિવાળીની ઉજવણી કરવા માટે તો ઘણા લોકોને આર્શ્ચય થયો હતો. પણ તમે જાણો છો. જો દિવાળી પર પોતાના લોકો વચ્ચે નહીં જાઉ તો ક્યાં જઈશ. એટલા માટે આજે પણ પોતાના લોકો વચ્ચે જ આવ્યો છું. તમે બરફના પહાડોમાં રહો કે રેગિસ્તાનમાં. તમારા ચહેરા પરની ખુશી જોઈને મારી દિવાળી શુભ થઈ જાય છે.

વડાપ્રધાને જવાનોને કહ્યું કે

આપણે આપણા એ વીર સૈનિકોને પણ યાદ રાખવાના છે, જેઓ આ તહેવારો પર સીમા પર ખડેપગે છે, ભારત માતાની સેવા અને સુરક્ષા કરી રહ્યા છે. આપણે તેમને યાદ કરીને જ આપણા તહેવારોની ઉજવણી કરીએ છીએ. આપણે ઘરમાં એક દીપ ભારત માતા એ વીર સપૂતો માટે પ્રગટાવાનો છે. હું મારા વીર જવાનોને પણ કહેવા માગીશ કે ભલે તમે સરહદ પર છો., પણ આખોય દેશ તમારી સાથે છે, તમારું સન્માન કરી રહ્યો છે. હું એ પરિવારોને પણ નમન કરું છું, જેમનાં દીકરા-દીકરીઓ આજે સરહદ પર છે. દરેક એ વ્યક્તિ જે દેશ સાથે જોડાયેલી હોઈ, કોઈ ને કોઈ જવાબદારીને કારણે પોતાના ઘરે નથી, પોતાના પરિવારથી દૂર છે, હું દિલથી તેમનો આભાર માનું છું.

1971ના યુદ્ધમાં 120 સૈનિકોના પરાક્રમને હજુય પાકિસ્તાનને ઉંઘમાં દેખાય છે 
જણાવી દઈએ કે લોંગેવાલા દેશના લશ્કરી ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ તે જગ્યા છે જ્યાં 1971 માં ભારત પાકિસ્તાનનું ભયંકર યુદ્ધ થયું હતું.આ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાનીઓ પર જે કહેર વર્તાવ્યો હતો, તેને પાકિસ્તાન હજી ભૂલી શક્યું નથી .

4 ડિસેમ્બર 1971 ના યુદ્ધમાં લોંગેવાલા પોસ્ટ પર તૈનાત 120 ભારતીય સૈનિકોએ 40થી 45 ટેન્કોનો કબ્જો કરવા આવેલા 3000 પાકિસ્તાની સૈનિકોને જે હાર આપી હતી તે ઈતિહાસ બની ગઈ છે. લોંગેવાલા ચોકીને કબજે કરવાના દુષ્ટ પ્રયાસમાં પાકિસ્તાનીઓએ તેમની 34 ટેન્કો, પાંચસો વાહનો અને બસો જવાન ગુમાવવા પડ્યા હતા, પરંતુ આ ચોકી અજેય રહી ગઈ હતી.

દિવાળી પર જવાનોને આપ્યો આ સંદેશ..

Leave a Reply

Translate »