ગાંધીનગર, કલોકના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ પાસેથી એ.સી.બીને 4 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન, 3 કરોડ રૂપિયાની કાર, 3 ફ્લેટ, 2 બંગલા, 11 દુકાન, એક ઓફિસ, 2 પ્લોટ મળીને કુલ 30 કરોડની અપ્રમાણસર મિલકતનો કેસ એન્ટિ કરપ્શન બ્યુરોએ દાખલ કર્યો છે. ગુજરાતનો સૌથી મોટો કેસ કરવામાં આવ્યો છે. ACBએ તપાસ કરતાં નિવૃત્ત નાયબ મામલતદારની હોદ્દાની રૂએ મેળવેલી આવક રૂ. 24.97 કરોડ થતી હતી. પરંતુ તેની સામે રૂ. 55.45 કરોડ રોકાણ કરેલું મળી આવ્યું હતું.
વિરમ દેસાઈ કલોલમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ત્યારે અપ્રમાણસર મિલકત વસાવેલી હોવાની વિગત મળતાં તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા તમામ વસ્તુ ચકાસી માહિતી મેળવી હતી. તેમની પાસે હોદ્દાની રુએ મેળવેલી આવક કરતાં 122.39 ટકાથી વધારે એટલે કે રૂ. 30 કરોડની અપ્રમાણસર મિલકત થાય છે. આ પ્રકારનો પ્રથમ કેસ છે. 2020માં 38 ગુના દાખલ કરેલા જેમાં રૂ. 50 કરોડ ઉપર રકમ થતી હતી. ચાલુ વર્ષે પ્રથમ માસમાં 3 ગુના દાખલ કરતા તેમાં રૂ. 33 કરોડ ઉપર રકમ થાય છે. હાલ પ્રાથમિક તપાસમાં ગુનો દાખલ કરેલો છે.નિવૃત્ત નાયબ મામલતદારે તેમના પત્ની પુત્ર સહિતના લોકો સામે મિલકત વસાવેલી છે. 18 જેટલા સર્વે નંબર છે. 2 પ્લોટ. 3 ફ્લેટ. 2 બંગલો. 11 દુકાન. રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કરેલું છે. ચેહર અને જય રણછોડ શોપ છે. 11 લક્ઝુરિયસ કાર છે. જેમાં BMW, ઓડી, રેન્જરોવર, જેગુઆર સહિતની મોંઘીદાટ કાર છે. ટોટલ એમના અને એમના પરિવારના મળીને 30 જેટલા બેન્ક એકાઉન્ટ છે. કારની 3 કરોડ જેટલી. 4 કરોડ જેટલા નાણા બેંકમાં ટ્રાન્સફર કર્યા હશે.