દશેરા નિમિત્તે સંઘ વડા ભાગવતે કોરોના, ચીન, હિન્દુત્વ પર કરી આ વાત

વિજયાદશમીના પર્વ પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે સ્વયંસેવકોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોરોના વાયરસ, ચીન, હિન્દુત્વ અને રામ મંદિરથી લઈને તમામ મોટા મુદ્દાઓ પર વાત કરી સંઘનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવા માટે પ્રયત્નો કર્યા.

ચીનને સમજાય ગયુ હશે કે, ભારત નબળો દેશ નથી

મોહન ભાગવતે કહ્યું કે, ચીનની આદત વિસ્તારવાદી છે. તેણે ભારત સહિત અમેરિકા અને બીજા કેટલાક દેશ સાથે વિવાદ કર્યો છે. પણ ભારત એની સામે અડગતા સાથે ઊભો છે. ભારતના નાગરિકોએ એને ધક્કો માર્યો છે અને એવો ધક્કો માર્યો છએ કે, એને પીછેહટ કરવી પડી છે.હવે એને માત આપવા માટે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એની આગળ નીકળવું પડશે. તેમણે ઉમેર્યું કે, આપણો ભારત બધા સાથે મિત્રતા કરનારું રાષ્ટ્ર છે. પણ આપણે નબળા નથી. જે લોકો એવું સમજે છે કે, જેવી રીતે ઈચ્છે એવી રીતે નમાવી શકે છે. તો એનો ખોટો વહેમ દૂર થઈ જશે. ચીનને સમજાઈ ગયું હશે કે, ભારત એટલો નબળો દેશ નથી. આપણે આપણી તાકાત જાળવી રાખવી પડશે. માત્ર ચીન માટે જ નહીં પણ દેશ માટે પણ સુરક્ષા ખૂબ મહત્ત્વપૂર્ણ છે.

કોરાનાકાળમાં ભારતની પરંપરાની મહત્વ દુનિયાને સમજાયુ

આપણા કેટલાક નિયમો અને પરંપરા છે. જેમ કે, હાથ-પગ ધોઈને ઘરની અંદર આવવું. ચંપલ ઘરની બહાર ઊતારવા, હાથ મિલાવવાના બદલે હાથ જોડીને નમસ્કાર કરવા. કોરોના વાયરસના કાળમાં સમગ્ર દુનિયાએ ભારતની આ પરંપરાનું મહત્ત્વ સમજ્યું. બીજી તરફ ભારતના લોકો પણ પોતાની પરંપરા તરફ પરત વળી રહ્યા છે. કોરોના વાયરસને કારણે દેશને મોટું નુકસાન થયું છે. પણ આ બીમારીએ લોકોને જીવન જીવતા શીખવાડી દીધું છે. લોકો શહેરની ભીડ છોડીને પોતના વતન તરફ પરત ફર્યા છે. નદી-નાળાની સ્વચ્છ જોવા મળી છે. પંખીઓના અવાજ સાંભળવા મળ્યા છે. કુંટુંબ પરિવાર સાથે ભોજન કર્યું. લોકોને એ વાતનો અહેસાસ થયો કે, જીવનની ભાગદોડમાં તે કેટલીક અમુલ્ય ચીજ છોડી ચૂક્યા હતા. સુપ્રીમ કોર્ટે ગત તા. 9નવેમ્બરના રોજ શ્રીરામ જન્મભૂમિ કેસમાં પોતાનો નિર્ણય આપીને નવો ઈતિહાસ બનાવ્યો છે. ભારતીય પ્રજાએ આ નિર્ણયને સંયમ અને સમજદારી સાથે સ્વીકાર્યો છે. આ જ આપણા દેશની અસલી તાકાત છે. જેને કેટલાક લોકો સ્વીકારવા માગતા નથી. જોઈ શકતા નથી. CAAને લઈને દેશમાં ખોટો પ્રચાર કરવામાં આવ્યો હતો. જે એક ખાસ વર્ગની વિરૂદ્ધ છે એવું દર્શિત કરવામાં આવ્યું. આ કાયદો કોઈને નાગરિકતાને છીનવતો નથી. આ કાયદો પાડોશી દેશના પીડિત લઘુમતી કોમના લોકોને ભારતમાં આશ્રય દેવા માટે બનાવ્યો છે. જો કોઈ વ્યક્તિ ભારત આવવા માગતો હોય તો એમના માટે પણ કેટલાક કાયદા છે.

હિન્દુ રાષ્ટ્રમાં અમારી કોઈ રાજકીય લાલચ નથી

આપણા દેશમાં ઘણા એવા લોકો છે જો ખોટો ડોળ કરે છે. આ લોકો ભારત તારા ભાગલા થશે એવા નારા લગાવે છે. બંધારણની ખોટી વ્યાખ્યા કરીને પોતાને મોટા બંધારણના ભગત ગણાવે છે. બાબા સાહેબ આંબેડકરે આવા લોકોને બંધારણમાં ગ્રામર ઓફ અનાર્કી કહ્યા છે. આવા લોકો સમાજમાં ખોટા ભ્રમ ફેલાવવામાં લાગ્યા છે. હિન્દુ શબ્દ સૌને સ્વીકારનારો, સૌને જોડનારો શબ્દ છે. જે વિશ્વ માનવતાનો સ્વભાવ રાખે છે. એટલા માટે જ્યારે આપણે કહીએ છીએ કે, ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે. એમાં અમારી કોઈ રાજકીય લાલચ નથી.એનો અર્થ એવો નથી કે બાકીના લોકો બહારથી આવેલા છે. ભારતની તમામ જાતિ, વર્ગ, ભાષા અહીં જ રહેવાની છે. આપણે બીજાથી અલગ છીએ. આ અલગપણું છોડવું પડશે. જે લોકો આવી ભાવનાને વેગ આપે છે એમનાથી બચવાનું રહેશે.

Leave a Reply

Translate »