થિકસેક અને આઈસ્ક્રીમમાં આસિફનું નંબર-1 ‘બિસ્મિલ્લાહ’ , બી ક્રીમી

થિકસેક અને આઈસ્ક્રીમમાં આસિફનું નંબર-1 ‘બિસ્મિલ્લાહ’ , બી ક્રીમી

સુરતની પ્રથમ હોટેલ-રેસ્ટોરન્ટ બિસ્મિલ્લાહ હોટેલનો 131 વર્ષનો ભવ્ય ઇતિહાસછે અને તેમાંથી શફીચાચાના પુત્ર આસિફભાઈ કાસમાની ઉર્ફે બિસ્મિલ્લાહએ જ્યુસની આખી ચેઈન ઊભી કરી અને પુત્રો સાથે મળીને તેને ગ્લોબલી બનાવી દીધી

  • સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910)

સુરતમાં થિકશેક, જ્યુસ અને આઈસ્ક્રીમનું નામ આવે એટલે દરેકના મોઢા પર ‘બીસ્મિલ્લાહ’ અને બી-ક્રીમીનું નામ આવે. સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરો અને ગેટ બહાર આવો એટલે મોટી ભીડ જોવા મળે તે બીસ્મિલ્લાહ હોટલ ચાર પીઢીથીચાલી આવે છે અને 131 વર્ષથીતે ધમધમી રહી છે. સરળ, મેળાવડા ઉદ્યોગપતિ તરીકે સુરતમાં નામના પામનારા આસિફ બીસ્મિલ્લાહના પિતાશફી ચાચાએ રેલવે સ્ટેશન સામે 1970થી જ્યુસ સેન્ટર શરૂ કર્યું હતું.  1990મા આસિફ બિસ્મિલ્લાહએ 10 મા ધોરણની પરીક્ષા આપ્યા પછી તેમના પિતાના ધંધા પર રિટેલ કાઉન્ટર પર બેસવાનું શરૂ કર્યું. 1995 મા તેઓએ થિકશેક અને આઈસ્ક્રીમનું મેમ્યુફેક્ચરિંગ શરૂ કર્યું હતુંઅને આ જ  કોન્સેપ્ટએ તેમની તકદીરનું તાળુ ઉઘાડી દીધું. બિસ્મિલ્લાનું થિકશેક, આઈસ્ક્રીમ, ગોટાળો, સીતાફળ અને મેંગો ક્રીમ આઈસ્ક્રીમે સ્વાદ રસિકો સુરતીઓના દિલ જીતી લીધા. પ્લેગ, રેલ, ભૂકંપ અને કોરોના જેવા કપરા સમયમાંહુરતીઓના સ્વાદમાં તે સામેલ જ રહ્યું. હવે બિસ્મિલ્લાહની ચોથી પીઢી એટલેકે આસિફ ભાઈના 2 પુત્ર ઉંમર અને મોહંમદ વર્ષ 2024થી વ્યાપારમાં જોડાયા અને તેઓ બીક્રીમી નામથી ફ્રેન્ચાઇઝી કોનસેપ્ટ સાથે આગળ વધ્યા. 7 વર્ષના સમયગાળા દરમિયાન સુરતમા 25 સહિત મુંબઇ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને તેલંગણામાં 60 જેટલી ફ્રેન્ચાઝીઓ ઊભી કરી.એટલું જ નહીં દુબઈમાં પણ બ્રાન્ચ કરી. હવે તેઓ યુએસ, કેનેડા અને સઉદી અરબમાં પણ આ ફ્રેન્ચાઈજીને લઈ જઈ રહ્યાં છે. નજીકના દિવસમાં જ અહીં બ્રાચ શરૂ થશે. ભવિષ્યમાં શેર માર્કેટમાં પણ આ બી-ક્રીમી જોવા મળે તો નવાઈ નહીં.  

બિસ્મિલ્લાહ સુરતની પહેલી હોટલ:  ૧૩૧ વર્ષ પહેલા અંગ્રેજોના સમયથી શરૂઆત કરી અને આજે …

બ્રિટીશ રાજ દરમિયાન સુરત રેલવે સ્ટેશને આવતા અને જતા પેસેન્જરોના ભોજન અને નાસ્તા માટે સુરત રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વારની બિલકુલ સામે વર્ષ 1893માં હાજી સુમારે બિસ્મિલ્લાહ હોટેલ લોજીંગ એન્ડ બોર્ડિંગની સ્થાપના કરી હતી. બિસ્મિલ્લાહ હોટેલને સુરતની પ્રથમ હોટેલ અને રેસ્ટોરન્ટ માનવામાં આવે છે. અહીં યાત્રીઓ ઉતરીને આરામ કરતા અને ભોજન કરતા અથવા તો મોડી રાતની ટ્રેનોમાં ઉતરીને 24 કલાક ચાલતી બિસ્મિલ્લાહ હોટલમાં નાસ્તાપાણી કરતા હતા. સુરતમાં જયારે ટેક્સ પ્લાઝો એટલે કે ફરતી હોટેલનું નિર્માણ થતુ હતુ તે સમયે તેના આર્કીટેકટ, સ્ટ્રકચરલ એન્જીનીયર સહિતની ટીમ અહીં રોકાય હતી. અંગ્રેજોના સમયે ફલાઇંગ રાણી ટ્રેન સપ્તાહમાં બે દિવસ મુંબઇ-સુરત વચ્ચે ચાલતી તે સમયે બ્રિટીશરોની બ્રેકફાસ્ટ અને ડિનરની પહેલી પસંદગી બિસ્મિલ્લાહ હોટલ હતી. હાજી સુમાર પછી આ પેઢીનું સંચાલન જાન મોહંમદ હાજી સુમાર કાસ્માનીએ કર્યું હતું અને તે પછી તેમના સાત સુપુત્રો આ વ્યવસાયમાં જોડાયા હતા જાન મોહંમદ કાસ્માનીના ચોથા નંબરના પુત્ર શફીભાઇ કાસ્માનીએ 70ના દાયકામાં બિસ્મિલ્લાહ જયુસ સેન્ટરનો નવો વ્યવસાય શરૂ કર્યો હતો જે આજે તેમના સુપુત્ર આસિફ બિસ્મિલ્લા જયુસ, થીકશેક અને આઇસ્ક્રીમની ફ્રેન્ચાઈઝી ગ્લોબલી ચલવે છે. પેઢીએ ફાસ્ટફુડના વેપારમાં પણ ઝંપલાવ્યું છે.

સેવાભાવી શફી ચાચાને સારા સ્વભાવને કારણે બિસ્મિલ્લાહ અનેક પોલીસ ઓફિસર અને રાજકારણીઓ બેઠક જમાવતા

પેઢીના સંચાલક મર્હુમ શફીભાઈ બિસ્મિલ્લાહના સેવાભાવી સ્વભાવ હતો. અનેકના દુખ દર્દ તેમના માધ્યમથી દુર થતા હતા. 60ના દાયકામાં રેલવેમાં બિનવારસી હાલતમાં મૃત્યુ પામતાં જુદાજુદા ધર્મમાં લોકોની અંતિમ ક્રિયા જે તે ધર્મની વિધિ મુજબ થાય તે માટે બિસ્મિલ્લાહ હોટલના પ્રવેશદ્વારે દાન પેટી મુકાય હતી. વર્ષ 1994માં તેમણે એકતા ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટે અત્યારસુધી હજારો બિનવારસી લોશોને મુક્તિધામ પહોંચાડી છે. એક સમય એવો હતો કે મર્હુમ શફીચાચા પોતાના ઘરના રૂપિયા આ સેવા માટે નાંખતા. સેવાભાવી સ્વભાવને કારણે અનેક પોલીસ મિત્રો, રાજકીય-સામાજિક મિત્રોનો સમૂહ શફીચાચાએ ઊભો કર્યા હતો.  આજે આસિફભાઈએ પણ એ વારસો જાળવ્યો છે.  વર્ષ 2005માં શફી ચાચાના જન્નતનસીન થયા બાદ તમામ પુત્રોએ વ્યવસાય જુદો કર્યો અને જ્યુસ-થીકસેકનો વ્યવસાય નાના પુત્ર આસિફભાઈ પાસે આવ્યો .

પહેલા હાથ વડે થીક શેકની ચાર વેરાઈટી બનતી આજે 300થી વધુ વેરાઈટી બને છે, બ્રાન્ડ બની બી-ક્રીમી

શફી ચાચાએ હોટલ-રેસ્ટોરન્ટથી નવો વ્યવસાય જ્યુસનો વિકસાવ્યો તે સમયે ફાલુદો અને ફ્રુટ સ્લાડ મેઈન અને ગોટાળો મેઈન વેરાઈટી હતી. તેનો સ્વાદ લેવા બીજા શહેરોથી પણ લોકો અહીં આવતા. આ બ્રાન્ડની 1990માં આસિફભાઈએ ધુરા સંભાળી ત્યારે થીકશેક બનાવવાનું શરૂ કર્યું અને થીકશેકની ચાર વેરાયટી હાથ વડે બનાવતા હતા. ત્યારબાદ માર્કેટીંગ સ્કીલ અને સંશોધનનો ઉપયોગ કરીને બી-ક્રીમીનું નવી પીઢી ઉંમર અને મોહંમદે વિકસાવી. આજે 300થી વધુ આઈટમો તેઓ બનાવે છે અને બ્રાન્ડને દેશ-વિદેશ સુધી પહોંચાડી છે. આસિફ બિસ્મિલ્લાહના મેનેજિંગ ડિરેક્ટર પદે B-CREAMY ને સુરતની ટોપ 100 બ્રાન્ડમાં સ્થાન મળ્યું છે. જેલી વીથ આઈસ્ક્રીમની રેસિપીની શોધનું શ્રેય પણ બીક્રીમીને ફાળે જાય છે. ઉપરાંત વર્ષ 2003માં સહારાનો લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ, વર્ષ 2019માં ઝોમેટોએ બેસ્ટ બેવરીઝ એવોર્ડ આપ્યો હતો.

સુરતી તરીકે આ બ્રાન્ડને વૈશ્વિક ફલક પર પહોંચવા બદલ ગર્વ જરૂર અનુભવાય.

યાદે: બિસ્મિલ્લાહ હોટલ પાસે 24 કલાક ચલાવવાનું લાઈસન્સ, શહેરની પ્રથમ રેસ્ટોરન્ટ

સુરત રેલવે સ્ટેશનની નજીક એક માત્ર હોટેલ-રેસ્ટોરન્ટ હોવાથી ટ્રેનો અને બસોના યાત્રીઓને ધ્યાનમાં રાખીને બિસ્મિલ્લાહ રેસ્ટોરન્ટને 24 કલાક ચલાવવાનું લાઈસન્સ મળ્યું હતું. 1976માં લાઈસન્સ પ્રથા આવી ત્યારે પ્રથમ લાઈસન્સ આ હોટેલ-રેસ્ટોરન્ટને મળ્યું હતું.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »