કૃતિક ભંડારીની હરકતથી જીમ એસોસિયેશન ખફા, આવા તત્વોને એસો.થી દૂર કરવા મંત્રણા!

News Networks Surat

 મસલ્સ એન્ડ માઈન્ડ જીમવાળો કૃત્તિક ભંડારી પીપલોદ સ્થિત એક જીમમાં જઈને બબાલ કરવાના મામલાના વિવિધ જીમ એસોસિયેશનમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. બીજાના જીમમાં પંટરોની ફી રિટર્ન લેવા પહોંચી જઈ ગાળો બોલવી, ધમકી આપવી અને હાથાપાઈ કરવા જેવી બાબતોને કારણે જીમ ઈન્ડસ્ટ્રીઝ ભારે ખફા છે. આવી હરકતથી જીમ ઈન્ડસ્ટ્રીઝ બદનામ થઈ રહી છે. કૃત્તિક વારંવાર કોઈને કોઈ હરકતો કરતો આવ્યો છે. તેની માનસિકતા આ જ રીતની હોવાની વાતો જીમ ઈન્ડસ્ટ્રીઝમાં ચર્ચાએ એરણે ચઢી છે. ક્રિમીનલ માઈન્ડને કારણે આવા વિવાદો થતા હોવાથી જીમ ઈન્ડસ્ટ્રીઝે આવી વ્યક્તિઓથી અંતર રાખવા માટેનું મન બનાવ્યું છે. ઘણાં જીમ સંચાલકોએ આ ઘટનાને વખોડી છે. એક જ બિઝનેસમાં હોવાથી એક બીજાને સુઝ-બુઝ સમજથી કામ લેવાનું હોય ના કે ટપોરીગીરી કરી પોતાના બાવડા દેખાડવાના હોય તેવો મત દરેક જીમ સંચાલકોએ આપસમાં વાતચીત કરીને વ્યક્ત કર્યો હોવાની માહિતી મળી છે. પીપલોદના જે જીમમાં જઈ બબાલ કરવામાં આવી હતી, તે જીમના માલિક દ્વારા પણ આ મામલાને પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હોવાની માહિતી સાંપડી છે અને સમય આવ્યે પગલાં લેવાની તૈયારીઓ પણ શરૂ કરી છે. બબાલના બીજા દિવસે પણ કૃત્તિકના બે પંટરો ત્યાં ગયા હતા પણ તેઓએ ત્યાંથી વિલે મ્હોડે પાછા ફરવું પડ્યું હતું. બીજી તરફ, કૃત્તિક જે જીમનો માલિક હોવાનું કહે છે તે જીમ મસલ્સ એન્ડ માઈન્ડમાં જતા તેના કહેવાતા મિત્રોએ પણ તેને ઠપકો આપ્યો છે અને તે હાલ ભીતરમાં લપાયો હોવાનું કહેવાય છે અને આમતેમથી ભલામણો કરાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. જે જીમમાં બબાલ કરી આવ્યો તે જીમના સંચાલકને પોલીસ ફરિયાદ ન કરવા સમજાવવા માટે ઘણી ભલામણ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, મામલો ભલે આપસમાં સમજી લેવાય પણ પોલીસ સાથે ખાવા-પીવા અને ….. સહીતના સંબંધોનું સરેઆમ બોલતા કૃત્તિક સામે પોલીસ ખુદ પગલાં ભરે તે જરૂરી છે.

શું મામલો હતો…?

પીપલોદના એક જીમમાં જઈ કૃત્તિક ભંડારી પોલીસના નામે દમ મારી રહ્યો છે અને કહેતો સંભળાય રહ્યો છે કે, ‘પોલીસની સાથે આપણું જબરું સેટિંગ છે, ખાવા-પીવા સહિતનો સંબંધ છે., આપણી જબાન મરદની જબાન છે, હાથમાં બંગડી નથી પહેરી, એકવાર કહીં દીધું કે મારીશ અને તારું જીમ બંધ કરાવીશ એટલે કરાવીશ. પેલાને બહાર લઈએ. ચાલ બહાર ચલ. દેખાડું. ’’ વગેરે વગેરે….આ જીમમાં જઈ બબાલ કરતી વખતે તેની સાથે તેના બે પંટરો પણ હતા અને તેઓએ જ જાણી જોઈને તકરાર ઊભી કરીને કૃત્તિક ભંડારીને બોલાવ્યો હતો. કૃત્તિક વીડીયોમાં સ્પષ્ટ કહે છે કે, તે મસલ્સ એન્ડ માઈન્ડ જીમનો માલિક છે.

વીડીયો-ઓડિયો જે વાયરલ થયો હતો તેની લિંક નીચે ઈન્સ્ટાગ્રામ પર છે…. જુઓ…

Leave a Reply

Translate »