કેપી ગ્રીન એન્જિનિયરિંગનો આઈપીઓ 29.58 ટાઈમ વધુ ભરાયો

કેપી ગ્રીન એન્જિનિયરિંગનો આઈપીઓ 29.58 ટાઈમ વધુ ભરાયો

અયમાન , સુરત: સુરત સ્થિત કેપી ગ્રુપની ફલેગશીપ કંપની કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ.નો આઈપીઓ 15 માર્ચથી ખુલવાથી આજે 19 માર્ચે બંધ થવાના અંતિમ સુધીમાં 29.58 ટાઈમ વધુ ભરાયો છે.  કંપનીએ ઓપન માર્કેટમાંથી રૂ. 189.50 કરોડની રિકવાયરમેન્ટ મુકી હતી. તેની સામે રૂ.3727.38 કરોડની બીડ એમાઉન્ટ મળી છે.  આટલી ઊંચી માત્રામાં ઈન્વેસ્ટર્સ અને શેરહોલ્ડરોએ કંપનીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હોવાનું કહીં શકાય છે. હવે નસીબદારોને કેટલા લોટ લાગ્યા તે માલૂમ પડશે. બાદમાં 22 માર્ચે સુરત સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટિનિયમ હોલમાં લિસ્ટિંગ સેરમેની યોજાશે ત્યારબાદ ટ્રેડિંગ કરી શકાશે.

 https://www.bseindia.com/markets/publicIssues/DisplayIPO.aspx?id=3362&type=IPO&idtype=1&status=L&IPONo=6492&startdt=15-03-2024

કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ.એ 12 માર્ચે સુરતથી રોડ શોની શરૂઆત કરી હતી અને બાદમાં દિલ્હી, અમદાવાદ અને મુંબઈ સહિતની જગ્યાએ રોડ શો કરીને ઈન્વેસ્ટર, બ્રોકર અને શેરહોલ્ડર્સ સમક્ષ કંપનીનું વિઝન વ્યક્ત કર્યું હતું. કંપની હાલમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામે ફેબ્રિકેશન અને ગેલ્વેનાઈઝીંગ ફેક્ટરી ધરાવે છે અને ભરૂચ જિલ્લાના માતર ગામે તે નવું યુનિટ શરૂ કરવા જઈ રહી છે. કંપની 64,494 સ્કવેર મીટર જમીન પર 2.94 લાખ મેટ્રીક ટન વાર્ષિક ક્ષમતાવાળી ફેક્ટરી વિકસાવી રહી છે અને તે માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જના એસએમઈ પ્લેટફોર્મ ભારતના ઈતિહાસનો અત્યારસુધીનો સૌથી મોટો રૂ. 189.50 કરોડનો આઈપીઓ લવાયો હતો.  તે માટેની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 15મી માર્ચ, 2024  રોજ ખોલાય હતી અને પ્રતિ ઈક્વિટી શેર ₹137/- થી ₹144/- પ્રાઇસ બેન્ડ નક્કી કરાય હતી. 15 તારીખે ઈશ્યુ ઓપનના એક દિવસ પહેલા 14 માર્ચે એંકર બુકમાં જ 54 કરોડ એકત્ર કરવામાં કંપનીને સફળતા મળી હતી. ત્યારબાદ 15 માર્ચથી 19 માર્ચ સુધીમાં તે 29.58 ટાઈમ ભરાયો હતો.

અધિકૃત સબસ્ક્રીબ્શનની વિગતો જોઈએ તો ક્વોલિફાઈ ઇન્સિટ્યુશનલ બાયર (ક્યુઆઈબી) કેટેગરીમાં 31.86  ટાઈમ (બીડ એમાઉન્ટ 1146.93 કરોડ) હાઈનેટવર્થ ઈન્ડ્યુવિઝ્યુઅલ(એચએનઆઈ)માં 48.58  ટાઈમ(બીડ એમાઉન્ટ 1312.33 કરોડ), રિટેઈલમાં 20.12 ટાઈમ (બીડ એમાઉન્ટ 1268.12 કરોડ) ભરાયું છે. ટોટલ જોઈએ તો 29.58 ટાઈમ આઈપીઓ ભરાયો છે. અને ટોટલ બીડ એમાઉન્ટ જોડીએ તો રૂ. 3,727.38 કરોડ થવા જઈ રહી છે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »