રિન્યુએબલ સેક્ટરમાં કામ કરતા કેપી ગ્રુપના સીએમડી ડો. ફારુક પટેલની સંઘર્ષ યાત્રા અનેક યુવાઓ માટે પ્રેરણા બની રહેશે

બસ કંડક્ટરના પુત્ર અને એક સમયે પિત્ઝાશોપમાં નોકરી કરનારા ડો. ફારુક પટેલ આજે રૂ. 160 બિલિયનનું બિઝનેશ એમ્પાયર ધરાવે છે

  • સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910)

સફળતા સંઘર્ષભર્યા કાંટાળા રસ્તાઓ પરથી પસાર થયા બાદ અને અનેક નિષ્ફળતા બાદ જ મળતી હોય છે. ગોલ્ડન સ્પૂન સાથે જન્મેલા બાળકો સિવાયના એવા ઘણાં લોકો છે તેણે જીવનની દરેક ધૂપછાંવ વેઠીને પોતાની તકદીરનું તાળુ જાતે ખોલ્યું છે, પોતાનું નસીબ જાતે ચમકાવ્યું છે. આવી જ એક શખ્સિયત છે ડો. ફારુક ગુલામ પટેલ. તેમની જીવનથી અનેક યુવાઓ પ્રેરણા લઈ રહ્યાં છે. આપ રિન્યુએબલ સેક્ટરમાં કામ કરતી કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ફારુક તેમના અનેકવિધ પરોપકારી કાર્યોને લઈને પણ ચર્ચામાં રહે છે. રિન્યુએબલ એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્ર્કચર ડેવલપમેન્ટમાં ઈનોવેશન, સ્માર્ટ ટેલેન્ટ અને ક્રિએટીવીટી મેનેજમેન્ટ માટે અમેરિકન ઇસ્ટ કોસ્ટ યુનિવર્સિટી દ્વારા તેમને માનદ ડોક્ટરેટની પદવી તેમને એનાયત થઈ છે. હાલમાં જ તેઓ તેમની ત્રીજી કંપની કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ.નો ભારતનો એમએસઈ પ્લેટફોર્મ પર સૌથી મોટો 189.50 કરોડનો આઈપીઓ લાવીને સમાચારમાં આવ્યા. આ શખ્સિયતે પીત્ઝાશોપ, કપડાશોપ અને ચશ્માશોપમાં નોકરી કરી છે અને ત્યારબાદ રૂ. એક લાખની જમા પૂંજી સાથે 30 વર્ષ પૂર્વે કરેલા કેપી ગ્રુપની સ્થાપ્નાથી લઈ શરૂ થયેલી સફર આજે રૂ. 160 બિલિયનનું બિઝનેસ એમ્પાયર ધરાવે છે અને ત્રણ સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ સહિત 35 કંપનીનું સંચાલન કરે છે.

કોણ છે ડૉ. ફારુક ગુલામ પટેલ?

24 માર્ચ, 1972ના રોજ ભરૂચના સલાદરા ગામમાં તેમના નાનાને ત્યાં ડો. ફારુક પટેલનો જન્મ થયો હતો. તેમના પિતા ગુલામ પટેલ ભરૂચ જિલ્લાના ત્રાલસા કોઠી ગામના વતની પણ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં ઝઘડિયા ડેપોમાં તેઓ કંડ્કટર તરીકે રૂ. 700ની નોકરી કરતા હતા. તેમની ટ્રાન્સફર સુરત થતા તેઓ એક વર્ષના ફારુકને લઈ સુરતના અડાજણ વિસ્તારમાં ભાડાના મકાનમાં શિફ્ટ થયા. ફારુકનું પ્રાથમિક શિક્ષણ કણબીવાડ ભંડારી મહોલ્લામાં આવેલી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલમાં થયું અને બાદમાં ધોરણ-5થી વી.ડી. દેસાઈ વાડીવાલા સ્કૂલમાં મેટરિમોનિયલ થયા.  

ડો. ફારુક પટેલની સંઘર્ષયાત્રા….

ગરીબીને નજીકથી જાણનારા ડૉ. ફારુક ગુલામ પટેલ તેમના પરિવારને આર્થિક રીતે મદદ કરવા મુંબઈ ગયા, તેમણે વધારાના પૈસા કમાવવા માટે ઑપ્ટિશિયન તરીકે કામ કરવાની સાથે આયાત-નિકાસ વિશે શીખવાનું શરૂ કર્યું. બાદમાં, તેઓ અનુભવ માટે 1990 માં મેનમેઇડ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશનમાં જોડાયા અને પછીથી એક કપડાની દુકાનમાં નોકરી કરી. આટલામાં પરિવારની હાલત સુધરે એમ ન હોવાથી તેઓ વધુ નાણાં કમાવા માટે વર્ષ 1991માં  તેઓ ઈંગ્લેન્ડ ગયા અને એક પીત્ઝા કાફેમાં કામ કર્યું. પરંતુ ટૂંક સમયમાં ત્યાં તેઓને વિચાર આવ્યા કે આવી રીતે હું મારું અને મારા પરિવારનું માત્ર પેટ ભરી શકીશ પણ દેશ માટે કંઈ ન કરી શકું.  માતૃભૂમિ યાદ તેમને પરત ભારત લઈ આવી.

ડો.ફારુક જી.પટેલની ઉદ્યોગ સાહસિક યાત્રા

default

બે વર્ષ વિદેશમાં વિતાવ્યા પછી, તેઓ 1993 માં સુરત પાછા ફર્યા અને કાર્ટિંગનો વ્યવસાય શરૂ કર્યો પણ મન કંઈ મોટુ કરવા ઝંખતુ હતુ.  આખરે વર્ષ 1994માં તેઓ રૂ. 1 લાખ રૂપિયાની મૂડી સાથે કેપી ગ્રુપની શરૂઆત કરી. અહીંથી તેમનું જીવન પલટાયું. વર્ષ 2001માં તેઓએ કેપી બિલ્ડકોન પ્રા. લિ.ની પ્રથમ ફ્લેગશીપ કંપની સ્થાપી. જે આજે કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ. (જે 22 માર્ચ 2014માં બીએસઈ પર લિસ્ટેડ થઈ છે) તરીકે ઓળખાય છે. ડો. ફારુકે સંદેશાવ્યવહારના ભાવિ અને કોમ્યુનિકેશન ટાવર્સની વધતી માંગને ઓળખીને તેમાં જંપલાવ્યું અને ભારતના 16 રાજ્યોમાં વિવિધ સેલ્યુલર કંપનીના મોબાઈલ ટાવર્સ ઈન્સ્ટોલ કર્યા. ગતિ, સમર્પણ અને ઈનોવેશનના ધણી ડો. ફારુકે ટુજી સ્પેક્ટ્રમ બાદ દૂરંદેશી વાપરી રિન્યુએબલ એનર્જીમાં પદાર્પણ કરવાનું વિચાર્યું અને તેઓએ વર્ષ 2008માં  કેપીઆઈ ગ્રીન એનર્જીની સ્થાપના કરી સોલાર પાવર સેક્ટરમાં પ્રવેશ કર્યો. બાદમાં વર્ષ 2010 માં તેમણે વિન્ડ એનર્જી સેક્ટરમાં પ્રવેશ કર્યો. સોલાર પાવર આજે કંપની પાસે પોતાની અને લીઝ પર મળીને લગભગ 2000 એકડ જમીન પર 32થી વધુ સાઈટ પર સોલાર પાર્ક ધરાવે છે. તેઓ ગુજરાતમાં સૌથી મોટો ખાનગી સોલાર પાર્કની માલિકી ધરાવે છે  ભરૂચ, ભાવનગર, કચ્છ, પોરબંદર જિલ્લામાં સોલાર-વિન્ડ પાર્ક ધરાવે છે. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં સાત વિન્ડ ટર્બાઈન નાંખવાનો રેકોર્ડ તેમના નામે છે. તેમની બંને કંપની મળીને આજે 1.1  ગીગાવોટ્સથી વધુ રિન્યુએબલ એનર્જી તેઓએ એનર્જાઈઝ કરી છે. 2.6 ગીગાવોટ્સના પ્રોજેક્ટ પાઈપલાઈનમાં છે. કંપની 2030માં 10 ગીગાવોટ્સના ટાર્ગેટ ધરાવે છે.  તેમની ત્રણ કંપની કેપીઆઈ ગ્રીન એનર્જી, કેપી એનર્જી અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ બોમ્બે સ્ટોક એક્ચેન્જમાં લિસ્ટેડ છે. કેપીઆઈ નેશનલ સ્ટોક એક્ચચેન્જમાં પણ લિસ્ટેડ છે. ત્રણેય કંપનીની મળીને માર્કેટ કેપ 14000 કરોડથી ઉપર છે. કેપી ગ્રુપે હવે ગ્રીન એમોનિયા અને હાઈડ્રોજન ક્ષેત્રે પણ પ્રવેશ કર્યો છે

પરોપકારી પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર

ડો. ફારુક તેમની પરોપકારી પ્રવૃત્તિઓને કારણે પણ સમાચારોમાં રહે છે. તેમના સીએસઆર આર્મ કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન હેઠળ તેઓ  12 હજારથી વધુ સ્ટુડન્ટ્સને સીધી-આડકતરી રીતે ભણવામાં મદદ કરી રહ્યાં છે. ટ્રસ્ટે સુરત મહાપાલિકાની 2 શાળા સહિત ચાર સ્કૂલ અને એક દિવ્યાંગ કોલેજ દત્તક લીધી છે. તેઓ દેશનું પહેલું દિવ્યાંગ વૃદ્ધાશ્રમ ઝઘડિયા ખાતે બનાવી રહ્યાં છે. જેલના કેદીઓના ઉત્થાન, વૃદ્ધાશ્રમો, અનાથાશ્રમો અને હેલ્થ તેમજ પર્યાવરણ ક્ષેત્રમાં પણ આખે વળગે તેવી કામગીરી કરી રહ્યાં છે. ડુમસના દરિયાકાંઠે તેઓ વન વિભાગ સાથે મળીને 10 હેક્ટરમાં મેન્ગ્રુસ છોડ વાવી રહ્યાં છે. રાજ્યભરમાં અત્યારસુધી પાંચ લાખ વૃક્ષો વાવી ચુક્યા છે. સમાજને પરત કરવાની નેમ તેઓ રાખે છે.

Leave a Reply

Translate »