Lok Sabha Election 2024 Phase 3 LIVE: ગુજરાતની 25 લોકસભા બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ

News Networks Surat

લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ

ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે,  રાજ્યમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે.  25 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે.  સાંજે 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન થયું છે. રાત્રે 12 વાગ્યે સત્તાવાર આંકડા સામે આવશે.   

સરેરાશ 51 ટકા મતદાન

રાજ્યમાં પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા મતદાન થયું છે. વલસાડમાં સૌથી વધુ તો અમરેલીમાં સૌથી ઓછુ મતદાન થયું છે.5 વાગ્યા સુધીમાં વલસાડ બેઠક પર 60 ટકા મતદાન. 5 વાગ્યા સુધીમાં અમરેલી બેઠક પર 41 ટકા મતદાન. 

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મુમતપરા મતદાન બુથ પર કર્યું પરિવાર સાથે વોટિંગ

લોકસભાનું આજે ત્રીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. મુમતપુરાની શાળાના બુથમાં અદાણી પરિવારનું મતદાન કર્યું હતું.આ અવસરે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પ્રિતિ અદાણી  પરિવાર સાથે પહેોંચ્યા હતા અને સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઉભા રહીને પરિવારે વોટ આપ્યો હતો. મતદાન આપ્યા બાદ  મીડિયા સાથે રૂબરૂ થતાં ઉદ્યોગપતિ અદાણી ગોતમ ઉદાણીએ જનતાએ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. 

કેટલીક મેડિકલ કોલેજોમાં ડૉક્ટરોને રજા ન અપાતા નારાજગી

લોકસભાની ચૂંટણીમાં વોટ આપવા માટે રજાન નમળતાં તબીબોએ નારાજગી વ્યક્ત કરી છે. કેટલીક મેડિકલ કોલેજોમાં ડૉક્ટરોને રજા ન નારાજગી વ્યક્ત કરી છે. જાહેર રજા છતા પણ OPD ચાલુ રાખવા મેનેજમેન્ટનું દબાણનો આરોપ લાગાવ્યો છે.

Leave a Reply

Translate »