સુરત: આઝાદીના અમૃત મહોત્વ અને હર ઘર તિરંગાની લહેર વચ્ચે આજે યોજાયેલા સ્વતંત્ર દિન નીમીતે સુરતમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અને વિશ્વ કપ વિજેતા ટીમના સભ્ય રહી મહત્વની ભૂમિકા નિભાવનાર મુનાફ પટેલે સુરતમાં ધ્વજા રોહણ કર્યું હતું .
કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન (કેપી ગ્રુપ) દ્વારા ભટાર રોડના કેપી હાઉસ ખાતે ઉજવાયેલા ૭૬માં સ્વતંત્ર દિન અને ૭૫માં આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે મુનાફ પટેલે ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી .કેપી હ્યુમનના ડિરેક્ટર ફારુક જી. પટેલની આગેવાનીમાં તે પહેલા તિરંગા સાથે અને ઢોલ નગાડા સાથે પ્રભાત ફેરી નીકળી હતી જેમાં ક્રિકેટર મુનાફ પટેલ સહીત બાળકો, વૃદ્ધો , મહીલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ફેરીમાં આઝાદી અમર રહો અને જયહિંદના ઘોષ લાગ્યા હતા. પ્રભાત ફેરી કેપી હાઉસથી નીકળી જોગર્સ પાર્ક રોડ પર ગઈ હતી અને ત્યાંથી પરત ફરી હતી. આખો વિસ્તાર જાણે દેશભક્તિમય બની ગયો હતો. દેશદાઝ, સદ્ભાવના, એકતાના દર્શન આ પ્રભાત ફેરી તેમજ ધ્વંજવંદન કાર્યક્રમમાં જોવા મળ્યા હતા.
દેશ સેવાના નાના નાના કામ કરવાનું શરૂ કરો , તે આગળ જતા દેશ ઉત્થાનમાં માેટી ભૂમિકા નિભાવશે: મુનાફ પટેલ
શ્રી મુનાફ પટેલે સંદેશો આપતા કહ્યું હતું કે, રોજ દેશ માટે એક નાનું કામ કરો. એક નાનકડો પત્થર પણ સાઈટ પર મુકીશું તો પણ સેવા થશે. કોઈ પણ એક સેવા કરો. દેશને વધુ ઉંચાઈએ લઈ જવા માટે નાના-નાના કામ પણ મોટી ભૂમિકા નિભાવે છે. આજના દિવસે આપણે એક વર્ષનો ટાર્ગેટ સેટ કરીએ કે દેશ માટે આ સેવાનું કામ કરીશ અને આખરે દેશ માટે તો દુઆ તો કરીશ જ.
પર્યાવરણની જાળવણી સાથે સેવાકીય કાર્ય કરતા રહેવું જોઈએ: બિસ્ટ સાહેબ
આ રાષ્ટ્ર પ્રેમના કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ ડીજીપી બિસ્ટ સાહેબે પણ ઉપસ્થિત રહીને દેશ સેવાનો સંદેશો આપ્યો હતો. 1947 ની તુલનામાં આપણા દેશે આજે ખૂબ જ તરક્કી પામી છે. અવકાશથી લઈને શિક્ષા ક્ષેત્રમાં આપણે ખૂબ આગળ વધ્યા છીએ. આપણે પર્યાવરણથી જાળવણી સાથે દરેક સેવાકીય કામો કરતા રહેવું જોઈએ. જે કામો કરીએ છીએ તે લગન અને શિષ્તતા સાથે કરતા રહેવું જોઈએ.
તિરંગાની આપણે આ જ રીતે સેવા કરતા રહીશું અને તેને સલામત રાખીશું તો આવનારા દિવસોમાં હિન્દુસ્તાનને વિશ્વમાં નંબર વન બનતા કોઈ ન રોકી શકશે: ફારુક પટેલ
કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના ડિરેક્ટર અને કેપી ગ્રુપના સીએમડી શ્રી ફારુક પટેલે કહ્યું હતું કે આજે ભર વરસાદમાં આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી તિરંગાને સલામી આપી રહ્યા છીએ. આ પળ ૧૯૪૭ના દિનની યાદ અપાવે છે. તે વખતે પણ વરસાદ હતો. શુક્રવાર હતો અને રમજાનનો ૨૭મો રોજો હતો. આઝાદ દેશના આઝાદ નાગરિક તરીકે હોવાના નાતે હું એ કહીંશ કે અગર આ દેશમાં ત્રણ કલર મળીને એક તિરંગો બન્યો છે અને આ તિરંગાની આપણે આ જ રીતે સેવા કરતા રહીશું અને તેને સલામત રાખીશું તો આવનારા દિવસોમાં હિન્દુસ્તાનને વિશ્વમાં નંબર વન બનતા કોઈ ન રોકી શકશે. મુનાફભાઈ અને બિસ્ટ સાહેબે જે રીતે કહ્યું કે આપણે દેશ માટે રોજ કંઈને કંઈ કરવું જોઈએ. આપણે , હું અને મારી આખી નસ્લ વિશ્વના પતન સુધી આઝાદીનો આ પર્વ મનાવતા રહીશું અને દેશને વધુ આગળ વધારવા યોગદાન આપતા રહીશું.