પાસપાેર્ટ આેફિસમાં તુઘલખશાહી? અનઆેફિસિયલ બુધવારે આેફિસ બંધ, અપાેઈન્ટમેન્ટ મળતી નથી!!

સ્ટાેરીઃ રાજા શેખ, સુરત (98980 34910)
સુરતના પીપલાેદ ખાતે આવેલી રિજ્યાેનલ પાસપાેર્ટ આેફિસમાં અધિકારીઆે દ્વારા તુઘલખશાહી ચલાવવામાાં આવતી હાેવાના અનેક મામલાઆે સામે આવી રહ્યાં છે.!! આમ તાે અધિકારીઆેને દર શનિ-રવિ અને જાહેર રજાના દિવસે રજા મળે છે પરંતુ નવા આવેલા રિજ્યાેનલ અધિકારી અશાેક સાેનકુસરેના રાજમાં (રાજ એટલા માટે લખ્યું છે કે, પ્રજાના સેવક હવે રાજ કરતા હાેય તેવું ચિત્ર ખડું થયુ છે.) હવે અનઆેફિસયલી પાસપાેર્ટ આેફિસ બુધવારના દિવસે પણ અરજદારાે માટે બંધ કરી દેવામાં આવી છે. આ મહાશયના રાજમાં અરજદારાેની કાેઈ સુનાવણી થતી નથી. લાેકાે ધરમધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છે અને નેતાઆે માત્ર પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત છે.


-મહિનાઆેથી આેનલાઈન અપાેઈન્ટમેન્ટ મળતી નથી, સિક્યુરિટી રુબરુ મળવા દેતા નથી

ખિસ્સામાં ચાકુ અને ખભે બંદૂકવાળાે સિક્યુરિટી ગાર્ડ પાસપાેર્ટ આેફિસમાં ઘૂસવા જ નથી દેતાે

અબુજી અને રમેશ નામના એક અરજદારે જણાવ્યું કે, અમે વિતેલા બે મહિનાથી આેનલાઈન અપાેઈન્ટમેન્ટ લેવાનાે પ્રયાસ કરીએ છીએ પણ અમને તે મળતી નથી. રાેજ બપાેરે એક વાગ્યે અપાેઈન્ટમેન્ટ ખાેલવામાં આવે છે પરંતુ તે એક કે બે સેકન્ડ માટે જ ખુલતી હાેવાથી કાેઈ અરજદાર લઈ શકતું નથી. રાેજ માત્ર 50 અપાેઈન્ટમેન્ટ જ ખાેલવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના હજારાે પાસપાેર્ટ ધારકાે કે પાસપાેર્ટ મેળવનારા તે માટે ભટકી રહ્યાં છે. એજન્ટાેને માેં માંગી રકમ આપવા તૈયાર છે પણ આ સરકારી બાબુઆેની આપખુદશાહી સામે એજન્ટાે પણ અપાેઈન્ટમેન્ટ મેળવવામાં નિષ્ફળ જઈ રહ્યાં છે. અરજદારાે જાતે થાકી ગયા છે. પાેતાની ફરિયાદ લઈ રુબરુ પીપલાેદની કચેરીએ પહાેંચે છે તાે બંદુકધારી સિક્યુરિટી જવાન ગેટની અંદર જ પ્રવેશવા દેતાે નથી. અધિકારીઆેની સૂચના છે કે કાેઈ પણ માઈનાેલાલ હાેય, ગમે તેવું અરજન્ટ કામ હાેય પણ તમે અપાેઈન્ટમેન્ટ વિના તાે મળી જ ન શકાે એવું સિક્યુરિટી કહે છે. તે ટેલિફાેન પર વાત પણ કરાવતાે નથી. સીધી રીતે કહીએ કે એરકન્ડિશનમાં બેસતા અધિકારીઆે કાેઈને મળવા માંગતા જ નથી. જેથી, લાેકાેના પાસપાેર્ટનું કામ જ થતું નથી. સિક્યુરિટી કહે છે કે, બુધવારે તાે આ આેફિસમાં પ્રવેશ બિલ્કુલ નિષેધ છે. હવે આ કયા સેન્ટ્ર્લ વિભાગના આદેશને કારણે કરાયું તે તાે આપખુદશાહી અધિકારી અશાેકકુમાર જ જાણે


-અધિકારીઆે ઈ-મેલ કે ટપાલ દ્વારા ફરિયાદ માેકલવા કહે છે પણ જવાબ મળતાે નથી


અપાેઈન્ટમેન્ટ મળતી નથી અને અન્ય રજૂઆતાે માટે પાસપાેર્ટ આેફિસના દરવાજા બંધ છે ત્યારે હારેલા-થાકેલા સાઉથ ગુજરાતના દૂરદૂરના ગામાેથી આવતા અરજદારાે રુબરુ પાસપાેર્ટ આેફિસ પહાેંચે છે તાે તેમને આેફિસમાં પ્રવેશવા જ નથી દેવાતા અને નીચેથી બંદુકધારી સિક્યુરિટી જવાન કડક ભાષામાં કહી દે છે કે, ઈ-મેલ કરી દાે અથવા ટપાલ મારફત તમારી રજૂઆત કે ફરિયાદ માેકલી આપાે. આમ કરવા છતા કાેઈ પ્રત્યુત્તર પ્રાેપર મળતાે નથી અને થાેડા દિવસ બાદ ઈ-મેલ પર એક જ જવાબ આપવામાં આવે છે કે, આેનલાઈન અપાેઈન્ટમેન્ટ લાે અને ફરી રુબરુ મળી યાેગ્ય કારણાે સાથે રજૂઆત કરાે. અરજદારાેએ આેલરેડી ઈમેલ પર કે ટપાલ મારફત આ રજૂઆત કરી દીધી હાેવા છતા એક જ રિપીટ જવાબ તેમને મળે છે.

ઈ-મેલ કરી રજૂઆત કરાે કે ટપાલ મારફત તમને આ જ જવાબ મળે છે કે આેનલાઈન અપાેઈન્ટમેન્ટ લાે અને રુબરુ મળી રજૂઆત કરાે

હવે સમસ્યા એ છે કે, અપાેઈન્ટમેન્ટ મળતી જ નથી તાે પ્રશ્નાે ઉકેલાય કેવી રીતે. ફરિયાદનું નિરાકરણ આવે શી રીતે.
આ મામલે અમે રિજ્યાેનલ પાસપાેર્ટ આેફિસર અશાેક સાેનકુમારેનાે વારંવાર સંપર્ક કરવાની કાેશિસ કરી પણ થઈ ન શક્યાે. કેન્દ્રિય મંત્રી દર્શનાબેન જરદાેષનાે સંપર્ક કરતા તેઆેએ જણાવ્યું કે, અમે પાસપાેર્ટનું કામ પારદર્શિય અને ઝડપી બનાવવાનાે પ્રયાસ કર્યાે છે. જાે આેછી અપાેઈન્ટમેન્ટ ખુલતી હાેવાની અને અપાેઈન્ટમેન્ટ મળતી ન મળતી હાેવાની અને કામ ન થતું હાેવાની સમસ્યા છે તાે તે અંગે સંબંધિત વિભાગને સૂચના આપી તે દુર કરાવીશું.

સુરતમાં એક કેન્દ્રિય મંત્રી છે. સાંસદ કમ પ્રદેશ પ્રમુખ છે. ગુજરાતના ચાર મંત્રીઆે છે પણ પાસપાેર્ટ આેફિસના કામ કાેઈ સુધારી શકતું નથી ને અધિકારીઆેને સીધા કરી શકતું નથી તે પણ વરવી વાસ્તવિકતા છે.

(નાેંધઃ અહીં અમે માત્ર બે પરેશાન અરજદારના નામ જ લખ્યાં છે પણ આવા હજારાે લાેકાે પરેશાન છે. નામ પણ એટલે અધૂરા લખ્યાં છે કે, આ અધિકારીઆે તેમને પાસપાેર્ટ સંબંધિત કામમાં પરેશાન કરી શકે છે)

Leave a Reply

Translate »