સચિન તેંડુલકરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું

  • શુક્રવારે મહારાષ્ટ્રમાં એક દિવસમાં ઓલટાઈમ હાઈ 36,902 કેસ નોંધાયા

ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સચિને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેણે કહ્યું કે, માઈલ્ડ લક્ષણો સાથે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ઘરના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ઘરમાં ક્વોરન્ટીન થયા માસ્ટર બ્લાસ્ટર
સચિને પોતાની પોસ્ટમાં વધુમાં જણાવ્યું કે, મેં પોતાને ઘરમાં જ ક્વોરન્ટીન કર્યો છે અને હું ડોક્ટર્સ દ્વારા જણાવવામાં આવેલા તમામ પ્રોટોકોલ્સનું પાલન કરી રહ્યો છું. હું તમામ હેલ્થ પ્રોફેશનલ્સનો આભાર માનું છું, જેઓ મને અને દેશમાં અન્ય લોકોને સપોર્ટ કરી રહ્યા છે. તમે બધા પણ પોતાનું ધ્યાન રાખજો.

તાજેતરમાં સચિને રોડ સેફટી શ્રેણી દરમિયાન કોવિડ ટેસ્ટ સમયે ચીસ પાડી, મેડિકલ સ્ટાફ ડરી ગયો તો કહ્યું- હું મજાક કરું છું, ચિંતા ન કરશો

તાજેતરમાં સચિને રોડ સેફટી શ્રેણી દરમિયાન કોવિડ ટેસ્ટ સમયે ચીસ પાડી, મેડિકલ સ્ટાફ ડરી ગયો તો કહ્યું- હું મજાક કરું છું, ચિંતા ન કરશો

મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ દર્દી મળ્યા
શુક્રવારે મહારાષ્ટ્રમાં 36,902 દર્દી મળ્યા હતા. 17,019 સાજા થયા, જ્યારે 12 લોકોએ જીવ ગુમાવ્યો. મહારાષ્ટ્રમાં મહામારીની શરૂઆતથી એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાવાનો નવો રેકોર્ડ છે. આ પહેલાં 26 માર્ચે અહીં 35,952 કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 26.37 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 23 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 53,907 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં અત્યારે 2.82 લાખ લોકોની સારવાર થઈ રહી છે.

તાજેતરમાં સચિને રોડ સેફટી શ્રેણીમાં કરી હતી ઇન્ડિયા લીજેન્ડની કપ્તાની
ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજોએ રોડ સેફટી અંગે અવેરનેસ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટ રમી હતી. તેમાં સચિને ઇન્ડિયા લીજેન્ડની કપ્તાની કરી હતી. સચિનની ટીમમાં વિરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ, યુસુફ પઠાણ, ઈરફાન પઠાણ, મોહમ્મદ કૈફ જેવા પૂર્વ દિગ્ગજો પણ સામેલ હતી. ટૂર્નામેન્ટની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને માત આપી હતી. આ ટૂર્નામેન્ટ રાયપુરમાં રમાઈ હતી અને મેચ જોવા 100% દર્શકોને સ્ટેડિયમમાં આવવાની છૂટ આપવામાં આવી હતી.

રોડ સેફટી શ્રેણી દરમિયાન સહેવાગ સાથે બેટિંગ કરવા મેદાન પર જતો સચિન તેંડુલકર.

રોડ સેફટી શ્રેણી દરમિયાન સહેવાગ સાથે બેટિંગ કરવા મેદાન પર જતો સચિન તેંડુલકર.

અન્ય ક્રિકેટર્સ જે સંક્રમિત થયા
IPL દરમિયાન ચેન્નઈ સુપરકિંગ્સના દિપક ચહર, ઋતુરાજ ગાયકવાડ અને કિંગ્સ ઇલેવન પંજાબના કરુણ નાયરનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. તે ઉપરાંત રાજસ્થાન રોયલ્સના ફિલ્ડિંગ કોચ દિશાન્ત યાજ્ઞિક પણ સંક્રમિત થયા હતા. પાકિસ્તાનના શાહિદ આફ્રિદી, હેરિસ રોફ અને હૈદર અલી પણ કોરોના પોઝિટિવ થયા હતા. જ્યારે બાંગ્લાદેશના મશરફે મોર્તઝા અને નઝમુલ ઇસ્લામ પણ સંક્રમિત થયા હતા.

Soruce : Bhaskar

Leave a Reply

Translate »