ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગ ઍક વખત ફરી ક્રિકેટના મેદાન પર ઍક સાથે જોવા મળશે. આ બન્નેની જાડી તોફાની બેટિંગ માટે ઓળખાય છે. આવામાં પ્રશંસકો તેમને અનઍકેડમી રોડ સેફટી વર્લ્ડ સીરિઝમાં ફરીથી ઓપનિંગ કરતાં જોઇ શકશે.
આ સીરિઝની શરૂઆત ૨ માર્ચથી થશે અને તે ૨૧ માર્ચ સુધી ચાલશે. રોડ સેફટી જાગૃતતા સાથે જાડાયેલી આ ટૂર્નામેન્ટમાં બ્રેટ લી, બ્રેન લારા, તિલકરત્ને દિલશાન અને જાન્ટી રોડ્સ જેવા દિગ્ગજ ભાગ લેશે. આ ટૂર્નામેન્ટનું આયોજન ગયા વર્ષે પણ કરવામાં આવ્યું હતું, પરંતુ કોરોના વાયરસને લીધે ચાર મેચો બાદ જ તેને રદ કરવું પડ્યું. આ વખતે આ ટૂર્નામેન્ટનું આયોજન ઍવા રાજ્યમાં કરવામાં આવી રહ્નાં છે, જ્યાં મહામારીની અસર ઓછી રહી હોય. રોડ સેફટી સીરિઝ આ વર્ષે છત્તીસગઢના રાયપુરમાં શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
આ સીરિઝના આયોજકોનું કહેવું છે કે, સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ, બ્રેટ લી, તિલકરત્ને દિલશાન, મુથૈયા મુરલીધરન સાથે ક્રિકેટ રમતાં પાંચ દેશોના કેટલાક અને પૂર્વ દિગ્ગજ આ ટૂર્નામેન્ટમાં રમતાં જાવા મળશે. આમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટઇન્ડીઝ અને ભારતના કેટલાક પૂર્વ ક્રિકેટર ભાગ લેશે. આનું આયોજન દેશમાં માર્ગ સુરક્ષાની જાગૃતતા માટે કરવામાં આવી રહ્નાં છે.
એકવાર ફરી સચિન-વીરૂ ક્રિકેટના મેદાન ઉપર જોવા મળશે
