અઝીમ પ્રેમજી એ રોજ 22 કરોડનું દાન આપ્યું

આઈટી અગ્રણી વિપ્રોના માલિક અઝીમ પ્રેમજીએ વર્ષ 2020માં રોજના રૂ.22 કરોડ અને વાર્ષિક રૂ.7904 કરોડનું દાન કર્યું હતું અને નાણાકીય વર્ષ 2020 માટે ટોચના દાનવીર ભારતીય તરીકે ઊભરી આવ્યા હતા. તેમ હુરુન રિપોર્ટ ઈન્ડિયા એન્ડ એડલ્જીવ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદી જણાવે છે.શિવ નાદરે આગલા નાણાકીય વર્ષ માટે રૂ. 826 કરોડનું દાન કર્યું હતું અને નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે રૂ. 795 કરોડનું દાન નોંધાવ્યું હતું. અઝીમ પ્રેમજીએ આગલા નાણાકીય વર્ષ માટે રૂ. 426 કરોડનું દાન નોંધાવ્યું હતું.દેશના સૌથી ધનિક મુકેશ અંબાણીએ દાનવીરોની યાદીમાં ત્રીજા ક્રમને જાળવી રાખ્યો હતો. તેમણે સમીક્ષા હેઠળના ગાળા માટે રૂ.458 કરોડનું દાન કર્યું હતું અને આગલા વર્ષ માટે રૂ.402 કરોડનું દાન કર્યું હતું.   ઉલ્લેખનીય છે કે, કોવિડ રોગચાળાના પ્રસારને અટકાવવા મદદ માટે પણ કોર્પોરેટ જગત આગળ આવ્યું છે.

Leave a Reply

Translate »