ટ્રાફિક વિભાગના ઈ-મેમો મામલે સુરતના એક્ટિવિસ્ટ તમારા ફાયદાનું આ શું નવું લઈ આવ્યા?

  1. આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ દાદ માંગી છે કે,  ટ્રાફિક નિયમ ભંગ બદલ ૬ મહિનાથી જૂના ઈ-મેમોના દંડ વસુલવા માટે કાયદામાં કોઈ જોગવાઈ જ નથી, ઉઘરાણું સ્થગિત કરો
  2. છેલ્લા ૮ વર્ષ માં સુરત પોલીસ દ્વારા ૪૯ લાખ ૨૨ હાજર ૪૮૧ ઈ ચલણ જારી કરીને ૧૩૭ કરોડ ૧૬ લાખ રૂપિયા વાહન ચાલક પાસેથી વસૂલ કરવા કવાયત હાથ ધરી છે.
  3. ૪૯,૨૨,૪૮૧ ચલણ માંથી અત્યાર સુધી ફક્ત ૮,૮૧,૮૯૩ ઈ-ચલાનોની વસુલાત થયેલ છે., છેલ્લા ૮ વર્ષના બાકીના ૪૦,૪૨,૫૮૮ ચલણો પેટે ૧૨૦ કરોડ ૧૮ લાખથી પણ વધારે રકમ ઉઘરવાની બાકી છે.

સુરતમાં વાહન ચાલકો દ્વારા થયેલ મોટર વ્હીકલ એક્ટના ભંગ બદલ સી.સી.ટી.વી ફૂટેજની મદદથી ઈ-ચલણ મોક્લીને દંડ વસુલવા માટેનું કામ વર્ષ ૨૦૧૩ થી કાર્યરત છે અને સુરતના આ મોડેલની પ્રશંસા કરતા દેશભરમાં આ રીતનુ અનુકરણ કરવામાં આવી રહ્યું છે  ત્યારે એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ કરેલી એક આરટીઆઈમાં ખુલાસો થયો છે કે, ઈ-મેમોના દંડની રકમ છ મહિના બાદ વસૂલવા માટે કાયદામાં કોઈ જોગવાઈ નથી ત્યારે કરોડોનો દંડ વસૂલવા માટેની કવાયત સ્થગિત કરવા તેઓએ મુખ્યમંત્રી, રાજ્યના પોલીસ વડા, ચીફ સેક્રેટરી ,  ગૃહ વિભાગ અને સુરત પોલીસ કમિશનર સમક્ષ દાદ માંગી છે.

ઈઝાવાનું કહેવું છે કે, ટ્રાફિક પોલીસ ઈ-મેમો મામલે ટ્રાફિક કોર્ટમાં કોઈ કાર્યવાહી કરી નથી અને આવા ઈ-મેમોની વસુલાત કરવામાં છ મહિના ઉપર સમય વીતી ગયો હોય તો સી.આર.પી.સી કલમ ૪૬૮ મુજબ બાધ માટેની મુદત વીતી ગયા પછી ન્યાયી કાર્યવાહી કોઈ પણ ન્યાયાલયમાં શરૂ કરવામાંથી બાધ આપેલ છે. જે કાયદાની જોગવાઈ નીચે મુજબ છે.
(૧) આ અધિનિયમમાં અન્યત્ર જોગવાઈ કરેલ હોય તે સિવાય પેટા કલમ (૨)માં નિર્દિષ્ટ કરેલ વર્ગના ગુનાની ન્યાયી કાર્યવાહી કોઇપણ કોર્ટે બાધ માટેની મુદત વીત્યા પછી શરૂ કરી શકશે નહીં.

(૨) બાધ માટેની મુદત નીચે પ્રમાણે રહેશે:-
(ક) ગુનો માત્ર દંડની શિક્ષાને પાત્ર હોય તો છ મહિના (ખ) ગુનો એક વર્ષ સુધીની કેદની શિક્ષા પાત્ર હોય તો એક વર્ષે(ગ) ગુનો એક વર્ષ કરતા વધુ પરંતુ ત્રણ વર્ષ સુધીની શિક્ષાને પાત્ર હોય તો ત્રણ વર્ષ.

અત્યારસુધી કોઈ પણ ન્યાયી કાર્યવાહી શરૂ કરાય નથી

ઈ ચલણ ફક્ત દંડની વ્યાખ્યામાં આવે છે અને ઉપરના નિયમ મુજબ ગુનો માત્ર દંડની શિક્ષાને પાત્ર હોય તો ૬ મહિનાની અંદર ન્યાયી કાર્યવાહી ન્યાયાલયમાં શરૂ કરવાની હોઈ છે, પરંતુ સુરત ટ્રાફિક પોલીસ ખાતા દ્વારા આજદિન સુધી મોટાભાગના ઇન્સાફી કાર્યવાહી ન્યાયાલયમાં શરૂ કરેલ નથી. એટલે કે જે લોકોને ૬ મહિના પહેલા ઈ-મેમો / ચલણ આપેલ હોય અને હજુ દંડ ભરેલ ના હોઈ તથા ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ ઇન્સાફી કાર્યવાહી ન્યાયાલયમાં શરૂ કરેલ ના હોય તો આ રકમ વાહન ચાલક પાસેથી વસુલવા માટે કાયદાકીય રીતે કોઈ જોગવાઈ નથી.

…તો શું 120 કરોજ જતા કરવા પડશે?

તારીખ :- ૨૭.૧૧.૨૦૨૦ ના રોજ જા.માં.અધિકારી અને મદદનીશ પોલીસ કમિશ્નર, પ્લાનિંગ અને વહીવટ, ટ્રાફિક પોલીસ ખાતા દ્વારા માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ આર.ટી.આઈ એક્ટીવીસ્ટ સંજય ઇઝાવા ને આપેલ માહિતી મુજબ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ ૨૦૧૩ થી વર્ષ ૨૦૨૦ સુધી ના ૮ વર્ષ માં કુલ પાઠવેલ ૪૯ લાખ ૨૨ હજાર ઈ-ચલણના ૧૩૭ કરોડ ૧૬ લાખ રકમ સામે ૮ લાખ ૮૧ હજાર ઈ-ચલણ પેટે હજી ૧૬ કરોડ ૯૮ લાખ રૂપિયા જ વાહન ચાલકો ભરેલ છે. જે પૈકી બાકી એવા ૪૦ લાખ ૪૨ ઈ-ચલણ  પેટે ૧૨૦ કરોડ ૧૮ લાખ રૂપિયા વસુલવાનું બાકી છે. જે પૈકી ૪૮ લાખ ૮૮ હજાર ઈ-ચલાનના રૂપિયા ૧૧૮ કરોડ ૬૨ લાખ વર્ષ ૨૦૧૩ થી ૨૦૨૦ દરમિયાન ના તથા હાલના સમયથી ૬ મહિનાથી જુનું હોવાથી અને ઇન્સાફી કાર્યવાહી ન્યાયાલયમાં શરૂ કરેલ ના હોય એવા તમામ ઈ-ચલણો તાત્કાલિક ધોરણે રદ થવા પાત્ર છે.  નોંધનીય છે કે, સી.આર.પી.સી કલમ ૪૬૮ મુજબ દંડની ચલણની કાયદાકીય કાર્યવાહી ૬ મહિનામાં કરવામાં ના આવે તો ૬ મહિના પછી આ રકમ વસુલ કરવા માટેની કોઈપણ કાર્યવાહી કોર્ટ દ્વારા પણ હાથ ધરાવવામાં આવશે નહી.

કાયદા મુજબ આ ઈ-મેમોની રકમ જતી કરી કોરોના મહામારીમાં રાહત આપો: ઈઝાવા

આવા સંજોગમાં સુરત પોલીસ દ્વારા વર્ષ ૨૦૧૩ થી લઈને વર્ષ ૨૦૨૦ મે મહિના સુધીના ઈ ચલણનો (ઈ-મેમો) જે ઇન્સાફી કાર્યવાહીમાટે ન્યાયાલયમાં ફાઈલ કરેલ નહી હોય એવા ઈ-ચલણોને તાત્કાલિક ધોરણે રદ કરીને આ કોરોના મહામારીના સમયમાં જનતા ને સીધી રીતે રાહત આપવા સામાજિક કાર્યકર્તા અને આર.ટી.આઈ એક્ટીવીસ્ટ સંજય ઇઝાવા દ્વારા મુખ્ય મંત્રી , ચીફ સેક્રટરી, અધિક મુખ્ય સચીવ ગૃહ વિભાગ, પોલીસ વડા ( DGP) અને સુરત પોલીસ કમિશ્નર ને પત્ર લખીને રજુઆત કરી છે. ઇઝાવાની આ માંગણી સ્વીકારવામાં આવશે તો ટ્રાફિક પોલીસ દ્વારા જુના ઈ-ચલણના નામે લોકોને થઈ રહેલ પરેશાનીમાંથી પણ જનતાને રાહત મળશે.

અત્યારસુધી ફરજ બજાવી ગયેલા તમામ અધિકારીઓ પાસેથી 118 કરોડ વસૂલો 

વર્ષ ૨૦૧૩ થી વર્ષ ૨૦૨૦ મે મહિના સુધીના સુરત ટ્રાફિક વડા તરીકે ફરજ બજાવનાર તમામ અધિકારીઓ સામે સરકારી નાણાનું નુકશાન કરવા બદલ ઉચ્ચસ્તરની તપાસનો હુકમ કરી અધિકારીઓ પાસેથી સદર ઈ-મેમો (ઈ ચલણ) ના બાકી રહી ગયેલ ૧૧૮ કરોડ રૂપિયા વસુલ કરવા પણ આ અરજીમાં ઇઝાવા દ્વારા દાદ માંગી છે. આ અંગે વધુ તપાસ હાથ ધરાવવા માટેની અરજી ગુજરાત લાંચ રૂશ્વત નિયામકને પણ મોકલી આપવામાં આવી હોવાનું ઈઝાવાએ જણાવ્યું છે.

Leave a Reply

Translate »