અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે જો બિડેને બદલી નાંખ્યા ટ્રમ્પના મોટા નિણર્યો

વોશિંગ્ટન. અમેરિકાના ૪૬માં રાષ્ટ્રપતિ જા બિડેને પદ સંભાળતા જ ડોનાલ્ડ ટ્રમ્પના ફેîસલાઅોને પલ્ટાવવાના આદેશો જારી કર્યા છે. તેમણે ગઇકાલે ઍક સાથે અનેક કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં ઍક તરફ ­વાસીઅોને રાહત આપવામાં આવી છે તો અનેક મુલ્મિમ દેશો સાથે યાત્રા પર લગાવવામાં આવેલ ­તિબંધ પણ હટાવી લીધો છે. કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખવામાં આવતા બિડેને દેશભરમાં માસ્કને ફરજીયાત બનાવી દીધુ છે. સાથોસાથ મેકસીકોની સીમા પર બનતી વાડના પૈસાને પણ અટકાવી દીધા છે.

જો બિડેને પ્રથમ દિવસે જ કેટલાક નિર્ણયો પર સહી કરી, જેમાં પેરિસ જળવાયુ સમજૂતીનો સમાવેશ થાય છે. આ સાથે જળવાયુ પરિવર્તન પર પેરિસ સમજૂતીમાં અમેરિકાની ફરી વાપસી થશે. ઉપરાંત તેમણે કોરોના વાયરસ સામેની જંગને લઇને એક મહત્વના નિર્ણય પર મહોર મારી. જે હેઠળ તેમણે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને ફરજીયાત બનાવી દીધું છે.

ઉપરાંત બિડેને ટ્રમ્પના અમેરિકામાં મુસ્લિમ ટ્રાવેલ બેનના નિર્ણયને પણ પલટી દીધો છે. ટ્રમ્પના તે નિર્ણય હેઠળ કેટલાક મુસ્લિમ દેશો અને આફ્રિકન દેશોના અમેરિકામાં ટ્રાવેલ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. સાથે જ બિડેને મેક્સિકો બોર્ડર પર દીવાલ બનાવવાના ટ્રમ્પના નિર્ણયને પણ બદલી નાંખ્યો છે અને તેનું ફન્ડિંગ પણ રોકી દીધું છે. 

સાથે જ જો બિડેને રાષ્ટ્રપતિ બન્યા બાદ કીસ્ટોન એક્સએલ પાઇપલાઇનના વિસ્તરણ પર પણ રોક લગાવી દીધી છે. કીસ્ટોન એક તેલ પાઇપલાઇન છે. જે કાચા તેલને અલ્બર્ટાના કેનેડાઇ પ્રાંતથી અમેરિકી રાજ્યો ઇલિનોઇસ, ઓક્લાહોમા અને ટેક્સાસ સુધી લઇ જાય છે. બિડેને કીસ્ટોન એક્સએલ પાઇપલાઇન અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે, ટાર સેન્ડ્સની આપણને જરૂર નથી. ઉલ્લેખનીય છે કે, કહેવાઇ રહ્યું છે કે બિડેન અગાઉની સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી ઘણી યોજનાઓ વિરુદ્ધ નિર્ણય લઇ શકે છે.

Leave a Reply

Translate »