દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે બે આતંકીની ધરપકડ કરી છે. આ બંને આતંકી જૈશ-એ-મોહમ્મદના હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ મુજબ, આ બંને આતંકીએ દિલ્હીમાં બ્લાસ્ટનું કાવતરું ઘડ્યું હતું, જે દિલ્હી પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. દિલ્હી પોલીસને આ બંને આતંકીઓ વિશે ઈનપુટ મળ્યા હતા. ત્યાર પછી બંને આતંકીને પકડવા માટે ટ્રેપિંગ કરવામાં આવ્યું હતું. સોમવારે રાતે 10.15 વાગે જૈશ-એ-મોહમ્મદના બંને આંતકીની સરાયકાલે ખાના મિલિનિયમ પાર્કમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયાર પણ મળી આવ્યાં છે.ધરપકડ કરાયેલા આતંકીઓની ઓળખ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા દિલ્હીના સોપોરમાં રહેતા અબ્દુલ લતીફ અને કુપવાડા જિલ્લાના હટ મુલ્લા ગામમાં રહેતા અશરફ ખાતાના તરીકે થઈ છે. પોલીસને તેમની પાસેથી બે સેમી ઓટોમેટિક પિસ્તોલ અને 10 લાઈવ કારતૂસ મળી આવી છે. પોલીસ તેઓની પુછપરછ કરી રહી છે. જેમાં મોટા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.