ખેડૂતોને રોકવા પોલીસે ક્યાંક લોખંડના ખિલ્લાના અવરોધ, કયાંક સીમેન્ટની 4 ફુટની દિવાલ

નવા કૃષિ કાયદાના વિરોધમાં જુદા-જુદા રાજ્યોમાંથી રોજ ખેડૂતો દિલ્હીની સરહદો પર પહોંચી રહ્યાં છે. ક્યાંક 4 ફૂટ ઊંચી સીમેન્ટની દિવાલો ઉભી કરાઈ છે તો ક્યાંક રસ્તા ખોદીને ધારદાર ખિલ્લા લગાવાયા છે,

દિલ્હી પોલીસે સરહદ પર લોખંડી બંદોબસ્ત ખડકી દીધો છે. વધારાનો પોલીસ કાફલો ખડકવા ઉપરાંત બેરિકેડ્સની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. દેખાવના સ્થળો પર અને તેની આસપાસના વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. 

ખેડૂત સંગઠનોએ 6 ફેબ્રુઆરીએ ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે. આવામાં ગાજીપુર, ટિકરી અને સિંધુ સહિતની બોર્ડર પર પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. અહીં બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. સિમેન્ટના મોટા મોટા બેરિકેડ, કાટાંળા તારોનો ઉપયોગ કરાયો છે. જેથી પ્રદર્શનકારીઓના ટ્રેક્ટર દિલ્હીમાં ન આવી શકે.

પુલ બનાવો, દીવાલ નહીં :  રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર

દિલ્હી બોર્ડર્સ પર છેલ્લા બે મહિનાથી ખેડૂત આંદોલન ચાલુ છે. ૨૬મીની હિંસા બાદ પોલીસ કડકાઇ વર્તી રહી છે. જ્યારે દિલ્હીની બોર્ડર્સને લોખંડી કિલ્લામાં ફેરવી નાંખવામાં આવી છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે સીમા પર બેરિકેડ્સ વધારવામાં આવ્યા છે. આવામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ સરકાર પર નિશાન સાધ્યું છે.

Leave a Reply

Translate »