શા
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
હરુખ ખાન અઢી વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કરી રહ્યો છે. શાહરુખ ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘પઠાન’માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સલમાન ખાન પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાન ‘એક થા ટાઈગર’માં ભજવેલા ટાઈગરનો રોલ પ્લે કરશે. સલમાન ‘ટાઈગર 3’નું શૂટિંગ શરૂ થાય તે પહેલાં આ ફિલ્મનું શૂટિંગ 12 દિવસ સુધી કરશે. ‘ટાઈગર 3’ તથા ‘પઠાન’ યશરાજ બેનર પ્રોડ્યૂસ કરી રહ્યું છે.રિપોર્ટ પ્રમાણે, ‘પઠાન’માં જ્હોન અબ્રાહમ તથા દીપિકા પાદુકોણ પણ મહત્ત્વના રોલમાં હશે. આ બંને આવતા વર્ષે જાન્યુઆરીથી શૂટિંગ શરૂ કરશે. જ્હોન તથા શાહરુખ ખાન પહેલી જ વાર સાથે કામ કરશે. તેમની વચ્ચેની એક્શન સીક્વન્સ માટે એક્શન ડિરેક્ટર પરવેઝ શેખને હાયર કર્યો છે. પરવેઝે આ પહેલા ‘વૉર’, ‘બ્રહ્માસ્ત્ર’ તથા ‘બેલબોટમ’ જેવી ફિલ્મના એક્શન સીન કોરિયોગ્રાફ કર્યા છે. કહેવાય છે કે સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બનતી આ ફિલ્મનું શૂટિંગ યશરાજ ફિલ્મ સ્ટૂડિયોમાં શરૂ થશે. મીડિયામાં થતી ચર્ચા પ્રમાણે, ફિલ્મનું પહેલું શિડ્યૂઅલ બે મહિનાનું હશે. નવેમ્બરમાં શરૂ થતાં આ શિડ્યૂઅલમાં માત્ર શાહરુખ ખાન જ શૂટિંગ કરશે. ‘વૉર’ની જેમ જ આ ફિલ્મ પણ એક રિવેન્જ ડ્રામા હશે. ફિલ્મ વર્ષ 2022માં રિલીઝ થશે.