વોટ્સએપ પોતાના યુઝર્સ માટે ચેટિંગનો અનુભવ બદલી દેશે. વોટ્સએપે તેના બીટા યુઝર્સ માટે વૉલપેપર્સ રજૂ કર્યા છે. રિપોર્ટ મુજબ વોટ્સએપે તેના એન્ડ્રોઇડ બીટા વપરાશકારો માટે ‘Advanced Wallpaper’ નામની સુવિધા રજૂ કરી છે. વોટ્સએપ વપરાશકર્તાઓ તેમના પોતાના અનુસાર ચેટ બેકગ્રાઉન્ડનું વૉલપેપર બદલી શકે છે.
આ માટે તેમને 61 નવા વૉલપેપરના વિકલ્પો મળશે. ટ્વીટની સાથે WABetaInfoએ વૉલપેપરની ડિઝાઇનની સૂચિ પણ બહાર પાડી છે, જેમાં જોઈ શકાય છે કે નવા વૉલપેપર્સ જોવામાં કેવા લાગી રહ્યા છે. ખાસ વાત એ છે કે યૂઝર્સ વૉલપેરની ઑપેસિટી એડિટ પણ કરી શકે છે. જાણવા મળ્યું છે કે વપરાશકર્તાઓ તેમના પોતાના અનુસાર 32 નવા બ્રાઇટ વૉલપેપર્સ, 29 નવા ડાર્ક વૉલપેપર્સ, કસ્ટમ વૉલપેપર્સ અને સૉલિડ રંગોમાંથી પોતાના પ્રમાણે પસંદ કરી શકે છે.જો તમે જૂનું વૉલપેપર પસંદ કરવા ઇચ્છો છો તો તમે વ્હોટ્સએપ આર્કાઇવમાંથી પસંદ કરી શકો છો. જો તમે સૉલિડ કલરને નવા વૉલપેપરની માફક સેટ કરવા માંગતા હો તો તમે તેને WhatsApp ડૂડલ પર લાવી શકો છો. WABetaInfoએ જણાવ્યું છે કે હાલમાં તેને બીટા વપરાશકર્તાઓ માટે રજૂ કરવામાં આવ્યું છે, અને ટૂંક સમયમાં તેને સ્ટેબલ વર્ઝનમાં દરેક માટે રજૂ કરવામાં આવશે.