ભારતે PoKમાં એર સ્ટ્રાઇક કરી છે. PTIના અહેવાલ પ્રમાણે ભારતીય સેનાએ પીઓકેમાં મોટું ઑપરેશન પાર પાડ્યું છે. પીઓકેમાં આવેલા આંતકવાદીઓના લૉન્ચ પેડ પર એર સ્ટ્રાઇક કરી છે. પાકિસ્તાન અને ચીન સાથેની સરહદ પર તંગદિલી વચ્ચે આ એર સ્ટ્રાઈકના સમાચાર સામે આવ્યા છે. સૂત્રોએ કહ્યું કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં લૉન્ચિંગ પેડ પર એરસ્ટ્રાઇક કરી છે. જોકે ભારતીય સેનાએ કહ્યું છે કે LoC પર આજે કોઈ ફાયરિંગ થઈ નથી. PTI દ્વારા જાહેર કરવામાં આવેલો અહેવાલ 13 નવેમ્બરનો હોવાનું સેનાએ કહ્યું છે.
સૂત્રોના કહ્યા પ્રમાણે, પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાના ઉદ્દેશથી વૈશ્વિક આતંકવાદ વિરોધી એફએટીએફથી તપાસથી બચવા અને એજ સમયે આતંકનું સમર્થન કરવાની વચ્ચે એક સારું સંતુલન બાંધવાનો પ્રત્યન કર્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી બૉર્ડર પર આતંકવાદી ગતિવિધિઓ અને પાકિસ્તાન તરફથી સીઝ ફાયર ઉલ્લંઘનની ઘટનાઓ વધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે ભારતીય સેનાએ પીઓકેમાં આતંકવાદી અડ્ડાઓ પર પિનપોઇન્ટ સ્ટ્રાઇક કરી છે.