વિશ્વમાં સૌથી વિશાળ રેલવે નેટવર્ક ધરાવતી ભારતી રેલવેએ હવે પોતાની ટ્રેનો ખાનગી કંપનીને આપવાની દિશામાં આગળ વધી રહી છે. દેશમાં પ્રાઈવેટ ટ્રેનો કોણ ચલાવશે તે અંગે કંપનીઓના નામ નક્કી કરવાનું હવે રેલવે દ્વારા શરૂ કરાયું છે. ભારતીય રેલવેએ માર્ચ 2023થી પ્રાઈવેટ ટ્રેનો શરૂ થઈ જાય તે માટેનો લક્ષ્યાંક રાખ્યો છે અને તે માટે કેટલાક નામો ફાઈનલ કરી દેવાયા હોવાની માહિતી રિપોર્ટ મુજબ મળી રહી છે. જેમા IRCTC (ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટ્રાન્સપોર્ટ કંપની , GMR Highways Ltd., Gateway Rail Freight Ltd., IRB Infrastructures Developers, Welspun Enterprise Ltd.ના નામો ફાઈનલ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે આ સિવાય રસ લેનારી કંપનીઓએ અરજીઓ આપી છે જેમાં Arvind Aviation, BHEL, Construcciones y Auxiliar de Ferrocarrriles, S.A, Malempati Power Private Ltd અને Cube Highways and Infrastructure III Pvt Ltd ના નામો શામેલ છે.
રેલવે શરૂઆતના તબકકામાં 12 ટ્રેનો શરૂ કરવામાં જઈ રહી છે, ત્યારબાદ વર્ષ 2027 સુધીમાં રેલવે આવી 151 ટ્રેનો દોડાવશે. આ માટે રેલ્વેએ ખાનગી કંપનીઓની અરજીઓ મંગાવી હતી.
ઉલ્લેખનીય છે કે કંપનીઓના સિલેક્શન માટે બે-તબક્કાની બોલી પ્રક્રિયા અંતર્ગત પારદર્શક રીતે કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કો Request For Qualification (RFQ) છે અને બીજો Request For Proposal (RFP) છે. જો કેટલી અરજી મળી એના વિશે વાત કરીએ તો રેલ્વેને 16 ખાનગી કંપનીઓ તરફથી 120 અરજીઓ મળી હતી, જેમાંથી 102 અરજીઓ આગલા તબક્કા માટે યોગ્ય છે. એટલે કે Request For Proposal (RFP). જેમાંથી કેટલાક મોટા નામ છે. 12 ક્લસ્ટરો માટે RFQનું લિસ્ટ 1 જુલાઈ 2020ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. ખાનગી ટ્રેનો ચલાવવાના આ પ્રોજેક્ટમાં રૂ .30,000 કરોડ સુધીનું ખાનગી રોકાણ થવાની સંભાવના છે. 7 ઓક્ટોબર 2020ના રોજ RFP માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે રેલવેને ખાનગી કંપનીઓનો ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે.