જિલ્લા ક્લેક્ટર ડૉ.ધવલ પટેલના વરદ્દહસ્તે કામરેજ તાલુકાના નવીપારડી ગામે આરસેટી તાલીમ ભવનના સાકાર થનાર નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ક્લેક્ટરશ્રીએ જણાવ્યુ હતું કે, સુરત જિલ્લા માટે બેરોજગાર યુવાનો/યુવતીઓ માટે સ્વરોજગારલક્ષી રેસિડેન્શિયલ તાલીમ પૂરી પાડવા માટે RSETI-આરસેટી તાલીમ ભવન બનાવવાનું આયોજન કરાયું છે, જેમાં વિવિધ પ્રકારની સ્વરોજગારલક્ષી તાલીમ વિનામુલ્યે પૂરી પાડવામાં આવશે. રોજગારવાંચ્છું યુવાનો અહીં તાલીમ લઈને આત્મનિર્ભર બની શકશે.
બેંક ઓફ બરોડાના રિજીઓનલ મેનેજર અશ્વિનીકુમારે જણાવ્યું કે, બેંક ઓફ બરોડા સંચાલિત આરસેટી સેન્ટર દ્વારા બેરોજગાર યુવાઓને વિનામૂલ્યે રોજગારલક્ષી તાલીમ સાથે ચા, નાસ્તો, બે ટાઇમ ભોજન, પીવાનું શુદ્ધ પાણી પૂરૂ પાડવામાં આવે છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેશ કોયાએ પ્રાસંગિક સંબોધન કરી વધુમાં વધુ યુવક-યુવતીઓ તાલીમો લઈ પગભર બને એ માટે આ તાલીમ ભવન સહાયરૂપ બનશે એમ જણાવ્યું હતું.