- L&T લાર્સન એન્ડ ટુર્બો લિમિટેડ, હજીરા દ્વારા ડિઝાઇન અને તૈયાર કરવામાં આવેલી સ્વદેશી બનાવટની ૫૪ બોટમાંથી આ ૫૪મી ઇન્ટરસેપ્ટર બોટ (IB) છે. આ જહાજની કુલ લંબાઇ ૨૭.૮૦ મીટર, ડિસ્પ્લેસમેન્ટ ૧૧૦ ટન અને મહત્તમ ઝડપ ૪૫ નોટિકલ માઇલ છે. આ જહાજ ટ્વીન ડિઝલ એન્જિન, ટ્વીટન વોટર જેટ પ્રોપલ્શનથી સજ્જ છે, અને ૨૫ નોટિકલ માઇલની ઝડપે ૫૦૦ નોટિકલ માઈલની ક્ષમતા ધરાવે છે.
આ જહાજ રાત્રિના સમયે દેખરેખ માટે ઇન્ફ્રારેડ સર્વેલન્સ સિસ્ટમથી સજ્જ છે.
સી-૪૫૪ બોટ બહુલક્ષી કાર્યો જેમકે, દરિયાકાંઠાની નજીકમાં દેખરેખ, ઇન્ટરડિક્શન સર્ચ અને બચાવ વગેરે કરવા માટે સક્ષમ છે. આ જહાજમાં એક અધિકારી અને ૧૩ કર્મચારી નિયુક્ત કરાયા છે. આ જહાજમાં પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કમ્યુનિકેશન, નેવિગેશન ઉપકરણો લગાવેલા છે, અને ૧૨.૭ એમએમ હેવી મશીન ગન (પ્રહરી) ઓનબોર્ડ તેના મુખ્ય શસ્ત્ર છે.