સુરતમાં 12 કરોડમાં ઉઠી ગયેલી હીરા કંપની પાસે 96 રત્નકલાકારોને પોલીસે પગાર અપાવ્યો

સુરત હીરા ઉદ્યોગમાં વરાછા માતાવાડી ખાતે આવેલ શ્રી શક્તિ જેમ્સ ના સંચાલકો વિપુલ કાકડિયા અને અલ્પેશ કળશિયા આર્થિક સંકટ મા આવી જતા અંદાજે 96 જેટલા રત્નકલાકારો નો કરેલા કામ નો પગાર આપ્યા વગર જ પોતાનુ કારખાનુ બંધ કરી દીધુ હતુ. લોકડાઉન દરમિયાન 96 રત્નકલાકારો ને કરેલા કામ નો પગાર ના મળવા ના કારણે ભારે મુસીબત મુકાય ગયા હતા અને તેમણે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત નો સંપર્ક કરી ને ભાવેશભાઈ ટાંક ને પગાર અપાવી દેવા બાબતે રજુઆત કરી હતી અને તેઓએ સુરત પોલીસ કમિશનર અજય તોમરને આવેદનપત્ર પાઠવી ન્યાય ની માંગણી કરી હતી. સીપીએ તુરંત કાર્યવાહી કરવાના આદેશને પગલે વરાછા પોલીસ મથકના પાઈઆઈ આર્ય અને તેમની ટીમે આ રત્નકલાકારોનો પગાર અપાવ્યો છે. સમગ્ર કેસ મા સુરત ડાયમંડ એસોસિએશનની પણ મહત્વની ભૂમિકા રહી.

શ્રી શક્તિ જેમ્સના સંચાલકો અંદાજ પ્રમાણે 20 કરોડમાં ઉઠી ગયા હતા. બંને ડાયમંડ એસો. સુધી રજૂઆત પહોંચતા તેમણે પંચ નિમ્યા હતા. બંને ભાગીદારો તો સામે ન આવ્યા પણ મધ્યસ્થી કરી રહેલા ધર્મેશ કાકડિયાએ પંચ સમક્ષ સવા કરોડ જેટલી સાધન સંરજામ વેચવાની તૈયારી બતાવી રત્નકલાકારોના પગારની 13 લાખ પૈકીની 50 ટકા રકમ ચુકવી આપવા તૈયારી બતાવી પણ બાદમાં 75 ટકા રકમ આપવા સમજુતી થઈ હતી. તે મુજબ 96 કામદારોને 9 લાખ જેટલી રકમ ચુકવી આપી હતી. પોલીસની કામગીરીની બંને સંઘે પ્રસંશા કરી છે.

 

Leave a Reply

Translate »