સુરતના સાંસદની ભલામણ ને પીએમ ફંડમાંથી ચાર દર્દીઆેને મળી 8.25 લાખની સહાય

ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના કલ્યાણ માટે સદાય તત્પર રહેતા ૨૪-સુરત લોકસભાના સાંસદ દર્શનાબેન જરદોશની ભલામણથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી સુરતના ચાર જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને ગંભીર બિમારીઓમાં ૮.૨૫ લાખની સહાય ચુકવવામાં આવી છે.
કિડની, કેન્સર જેવા ગંભીર રોગના સમયે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ’માંથી દર્દીઓને રાહતરૂપે નાણાકીય સહાય આપવામાં આવે છે. જે માટે તમામ પુરાવા સાથે સાંસદ ભલામણના આધારે સહાય મળી શકે છે. જેમાં સુરતના સાંસદની ભલામણથી આશુતોષ તારાચંદ મિશ્રા, રવિ અરૂણભાઈ વર્મા તથા મનિષાબેન નિલેશભાઈ ડોબરીયા એમ કુલ ત્રણ દર્દીઓને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રતિ વ્યક્તિ રૂ.૧,૭૫,૦૦૦ તેમજ આશાબેન કુકડીયાને કેન્સર સારવાર માટે રૂ. ૩,૦૦,૦૦૦ની સહાય ચુકવવામાં આવી હતી.

નાેંધનીય છે કે, દર્શના બેન આ પહેલા પણ અનેક ગંભીર બિમારીના દર્દીઆેને આ રીતે સહાય અપાવી ચુક્યા છે. તેઆે વધુ લાઈમલાઈટમાં આવ્યા વિના તેમના કામાે કરતા રહે છે. મહિલા એમ્પાવર માટેના પણ અનેક વિધ કાર્યાે તેઆે કરતા આવ્યા છે.

Leave a Reply

Translate »