મુંબઇમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરી પાર્ટી કરવા પર પોલીસે કાર્યવાહી કરી જેમાં 34 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઘરપકડ કરવામાં આવેલામાંથી કેટલીક જાણીતી સેલેબ્રિટી પણ સામેલ છે. પોલીસે જે 34 લોકોની ધરપકડ કરી છે જેમાં ક્રિરેટ સુરેશ રૈના, સિંગર ગુરૂ રંધાવા સહિત અન્ય લોકો પણ સામેલ હતા. જોકે, સુરેશ રૈના અને ગુરૂ રંધાવાને પાછળથી જામીન મળી ગયા છે. આ ઉપરાંત કેટલીક મહિલાઓની પણ ધરપકડ કરવામા આવી હતી, પરંતુ પોલીસે તેમના નામ જાહેર કર્યા નથી. જાેકે, બાદમાં તમામ જામીન મુક્ત થયા હતા. રૈનાએ કહ્યું કે તેને નિયમાેની જાણ ન હતી.
મુંબઇમાં એરપોર્ટની પાસે આવેલી JW મૈરિયટ હોટલના કલ્બમાં આ પાર્ટી ચાલી રહી હતી.પોલીસે જણાવ્યું હતું કે તેમની સામે કલમ 188, 269 અને 34 હેઠળ ગુનો દાખલ કરાયો હતો. જેમાં એવો આક્ષેપ કરાય છે કે આરોપીએ જાહેરનામાનો ભંગ કર્યો હતો, જાણતા કે અજાણતા ચેપી રોગ ફેલાવવામાં બેદરરકારી દાખવી હતી અને એવા રોગનો ફેલાવો કર્યો હતો જે જાહેર આરોગ્ય માટે જોખમી છે. ડ્રેગન ફ્લાય ક્લબ મંજૂરી મળી તેના કરતાં વધારે સમય સુધી ખુલ્લી રાખવામાં આવી હતી અને કોરોનાના પ્રોટોકોલના નિયમોનો ભંગ કરાયો હતો.