• ચેમ્બરના પ્રતિનિધી મંડળે સાઉથ આફ્રિકા અને ઇન્ડોનેશિયાના કોન્સુલ જનરલ તથા બાંગ્લાદેશના ડે. હાઇ કમિશનર સાથે મિટીંગ કરી બે દેશો વચ્ચે વેપાર વિકસાવવાની તેમજ ‘સીટેક્ષ’માં બાયર્સ લાવવાની દિશામાં મહત્વની ચર્ચા કરી
  • ઇન્ડોનેશિયાના કોન્સુલ જનરલે ડિફેન્સ યુનિફોર્મ, નેવલ યુનિફોર્મ, NATO યુનિફોર્મ બનાવવામાં ટેકનીકલ ગાઇડન્સ આપવા માટેની તૈયારી દર્શાવી

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગૃપ ચેરમેન અમિષ શાહ અને ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન/કોન્સ્યુલેટ લાયઝન કમિટીના કો–ચેરમેન હર્ષલ ભગત સહિતના ચેમ્બરના પ્રતિનિધી મંડળે આજ રોજ સાઉથ આફ્રિકા અને ઇન્ડોનેશિયાના મુંબઇ ખાતેના કોન્સુલ જનરલ સાથે મહત્વની મિટીંગ કરી હતી. સાથે જ બાંગ્લાદેશના મુંબઇ ખાતેના ડેપ્યુટી હાઇ કમિશનર હીઝ એકસીલન્સી મિસ્ટર મોહંમદ લુથફોર રહેમાન સાથે પણ મુલાકાત કરી હતી.

કોન્સ્યુલેટ જનરલ ઓફ ધી રીપબ્લીક ઓફ સાઉથ આફ્રિકાના કોન્સુલ જનરલ એન્ડ્રે કુન્હ્‌ સાથેની મુલાકાતમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સ્મોલ મિડીયમ એન્ટરપ્રાઇઝ સેકટરના એકમોને વધુ સશકત કઇ રીતે કરી શકાય તે અંગે મહત્વની ચર્ચા વિચારણા કરાઇ હતી. તેમણે કહયું હતું કે સાઉથ આફ્રિકામાં ગારમેન્ટ મેન્યુફેકચરીંગનું વિશાળ માર્કેટ આવેલું છે. જેથી કરીને તેઓ સુરતના ગારમેન્ટ મેન્યુફેકચરીંગ ઉદ્યોગકારોને સાઉથ આફ્રિકામાં રોકાણ કરવા માટેનું આમંત્રણ આપવા ઇચ્છે છે. એના માટે તેઓ ફેબ્રુઆરી, ર૦ર૧માં સુરત આવશે અને ચારથી પાંચ ગારમેન્ટ મેન્યુફેકચરીંગ કંપનીની વિઝીટ પણ કરશે.

ચેમ્બરના પ્રતિનિધી મંડળે કોન્સ્યુલેટ જનરલ ઓફ ધી રીપબ્લીક ઓફ ઇન્ડોનેશિયા, મુંબઇ ખાતેના કોન્સુલ જનરલ અગુસ પી. સાપ્તોનોની સાથે મુલાકાત કરી હતી. બે દેશો વચ્ચેના વેપારને વિકસાવવા માટે તેમના તરફથી પૂર્ણ સહકાર મળશે તેમ કોન્સુલ જનરલ અગુસ પી. સાપ્તોનોએ જણાવ્યું હતું. સાથે જ તેમણે ચેમ્બર દ્વારા જાન્યુઆરી ર૦ર૧માં યોજાનાર ‘સીટેક્ષ’એકઝીબીશનના ઉદ્‌ઘાટન સમારોહમાં ઇન્ડોનેશિયન ડેલીગેશન લઇને આવશે તેમ જણાવ્યું હતું. ઇન્ડોનેશિયામાં ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં રહેલી તકો વિશે એકઝીબીશન દરમ્યાન પ્રેઝન્ટેશન કરવા માટે પણ તેમણે રસ દાખવ્યો હતો. ઇન્ડોનેશિયાની ઇન્ડસ્ટ્રી માટે તેઓ ટેકનીકલ પાર્ટનર્સ પણ શોધી રહયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

ઇન્ડોનેશિયા, મુંબઇ ખાતેના કોન્સુલ જનરલે ટેક્ષ્ટાઇલ મશીન અને ફેબ્રિકસના અપગ્રેડેશન માટે પાર્ટનર બનવા સુધીની તૈયારી તેઓએ દર્શાવી હતી. સાથે જ તેમણે ડિફેન્સ યુનિફોર્મ, નેવલ યુનિફોર્મ, NATO યુનિફોર્મ બનાવવામાં ટેકનીકલ ગાઇડન્સ આપવા માટેની પણ તૈયારી દર્શાવી છે.

તદુપરાતં ચેમ્બરના પ્રતિનિધી મંડળે બાંગ્લાદેશના મુંબઇ ખાતેના ડેપ્યુટી હાઇ કમિશનર હીઝ એકસીલન્સી મિસ્ટર મોહંમદ લુથફોર રહેમાન સાથે મુલાકાત કરી હતી. ચેમ્બરના ‘સીટેક્ષ’એકઝીબીશન માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે ચેમ્બરના પ્રતિનિધી મંડળને સીટેક્ષ એકઝીબીશનમાં પોતાની સાથે બાંગ્લાદેશી બાયર્સ લાવવાની ખાતરી આપી હતી.

Leave a Reply

Translate »