હાઈકોર્ટે યુપી સરકારે કરેલી ફરિયાદ કાઢી નાખી., કેમ?

યશવંતસિંહ નામના વ્યક્તિએ એક ટવીટમાં ઉતરપ્રદેશના મુખ્યમંત્રી આદીત્યનાથે રાજ્યમાં જંગલરાજ લાવી દીધું છે જયા કાનૂન વ્યવસ્થા જેવી કોઇ સ્થિતિ જ નથી. આરોપીએ પોતાના ટવીટમાં ઉતરપ્રદેશમાં જે રીતે હત્યા અને અપહરણ થયા છે તે ઘટનાઓ રજૂ કરી હતી અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હતા. આ ટવીટ સામે ઉતરપ્રદેશ પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી. જેની સામે આરોપીએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી જ્યાં ન્યાયમૂર્તિ પંકજ નકવીની ખંડપીઠે એફઆઈઆર રદ કરતા કહ્યું હતું કે કાયદા વ્યવસ્થાની સ્થિતિ ઉપર કોઇ ટિપ્પણી કરવી કે મતભેદ દર્શાવવો એ ભારતના નાગરિકનો લોકતાંત્રિક અને સંવિધાનિક અધિકાર છે અને તે બંધારણની કલમ 19 હેઠળ સુરક્ષીત છે. અલ્હાબાદ હાઈકોર્ટે આ પ્રકારની ટીકાને અભિવ્યક્તિના અધિકાર તરીકે ગણાવ્યો હતો.

Leave a Reply

Translate »