24 કલાકમાં 62276 નવા કેસ નોંધાયા,મહારાષ્ટ્રમાં 37000 કેસ,હિમાચલમાં શાળા-કોલેજો 4 એપ્રિલ સુધી બંધ

  • મહારાષ્ટ્ર સરકારે 28 માર્ચથી સમગ્ર રાજયમાં નાઈટ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લીધો
  • હિમાચલ પ્રદેશમાં શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને ટેકનિકલ સંસ્થાઓ 4 એપ્રિલ સુધી બંધ રહેશે

દેશમાં કોરોનાના કેસના આંકડાઓ ભયજનક દિશા તરફ આગળ વધી રહ્યા છે. શુક્રવારે, 62,276 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 30,341 સાજા થયા અને 292 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. અહીં એક જ દિવસમાં 36,902 કેસ નોંધાયા છે. આ આંકડો 11 સપ્ટેમ્બરે આવેલી પ્રથમ પીક કરતાં દોઢ ગણા વધુ છે. ત્યારે અહીં 24,886 કેસ નોંધાયા હતા.

દેશમાં અત્યાર સુધીમાં 1.19 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી લગભગ 1.13 કરોડ લોકો સાજા ઠગાઇ ચૂક્યા છે. 1,61,275 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 4.49 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

કોરોના અપડેટ્સ

  • કોરોનાના વધતાં કેસોને ધ્યાનમાં લેતા મહારાષ્ટ્ર સરકારે 28 માર્ચથી સમગ્ર રાજયમાં નાઈટ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન તમામ મોલ રાત્રે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી બંધ રહેશે.
  • મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે રાજ્યમાં લોકડાઉન લગાવવાનો તેમનો ઇરાદો નથી, પરંતુ રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે તેના કારણે અમે પણ એ જ રીતે આગળ વધી રહ્યા છીએ. તેમણે બધા કલેક્ટરોને કહ્યું છે કે તેઓ હોસ્પિટલોમાં પથારી, દવા અને તબીબી સુવિધાઓની પૂરતી વ્યવસ્થા કરે.
  • કર્ણાટક આરોગ્ય વિભાગે મણિપાલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT)ના કેમ્પસને સીલ કરી દેવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. MITનું આ કેમ્પસ બેંગલુરુથી 400 કિલોમીટર દૂર ઉડુપી જીલ્લામાં છે.
  • મધ્યપ્રદેશના મોટા શહેરો બાદ નાના શહેરોમાં પણ સન્ડે લોકડાઉન શરૂ થઈ ગયું છે. અહીં વિદિશા, ઉજ્જૈન, ગ્વાલિયર, નરસિંહપુર, છિન્દવાડાના સૌસરમાં રવિવારે લોકડાઉન રહેશે. આ પહેલા ભોપાલ, ઈન્દોર, જબલપુર, રતલામ, બૈતુલ, છિન્દવાડા અને ખરગોનમાં રવિવારે લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
  • હિમાચલ પ્રદેશમાં શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને ટેકનિકલ સંસ્થાઓ 4 એપ્રિલ સુધી બંધ રહેશે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે શુક્રવારે આપત્તિ પ્રબંધન અધિકારીઓ સાથેની બેઠકમાં આ નિર્ણય લીધો, જેનો તાત્કાલિક અસરથી અમલ પણ કરાયો હતો.
  • કર્ણાટક સરકારે 1 એપ્રિલથી બેંગલુરુ આવનારા લોકો માટે કોરોના નેગેટિવ રિપોર્ટને ફરજિયાત બનાવ્યો છે. રાજ્યના આરોગ્ય પ્રધાન કે સુધાકરે જણાવ્યું હતું કે શહેરમાં અન્ય રાજ્યોથી આવતા લોકોને RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજિયાત રહેશે.

7 મુખ્ય રાજયોની પરિસ્થિતી

1. મહારાષ્ટ્ર : એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા
અહીં શુક્રવારે 36,902 કેસ નોંધાયા હતા. 10,019 દર્દીઓ સાજા થયા , જ્યારે 112 લોકોના મૃત્યુ થયા હતા. રાજયમાં છેલ્લા દિવસોમાં દર્દીઓના આંકડાની શરૂઆતથી અત્યાર સુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા કેસનો આંક સૌથી વધુ છે. આ પહેલા 26 માર્ચે અહીં 35,952 કેસ નોંધાયા હતા. રાજયમાં અત્યાર સુધીમાં 26.37 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાથી 23 લાખ લોકો સાજા થયા, જ્યારે 53,907 લોકોના મૃત્યુ થયા છે. અહી હાલમાં 2.82 લાખ દર્દી સારવાર હેઠળ છે.

2. પંજાબ : એક્ટિવ કેસનો આંક 22 હજારને પાર
અહીં શુક્રવારે 3,122 નવા કેસ નોંધાયા હતા. 1,816 દર્દીઓ સાજા થયા, જ્યારે 59 મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.26 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 1.96 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 6,576 લોકો મૃત્યુ પામ્યા છે. હાલ 22 હજાર 652 લોકો સારવાર હેઠળ છે.

3. ગુજરાત : નવા કેસનો આંક 2 હજારને પાર
અહીં શુક્રવારે 2,190 નવા કેસ નોંધાયા છે. 1,422 દર્દીઓ સાજા થયા, જ્યારે 6 લોકોનાં મોત નીપજ્યાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.96 લાખ લોકો આ સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 2.81 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,479 દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને હાલમાં 10,134 લોકો સારવાર લઈ રહ્યા છે. 28 ફેબ્રુઆરીના રોજ અહીં 407 કેસ આવ્યા હતા, ત્યારથી દરરોજ નવા કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.

4. મધ્યપ્રદેશ : એક્ટિવ કેસ 12 હજારને પાર
અહીં શુક્રવારે 2,091 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 1048 સાજા થયા, જ્યારે 9 મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.84 લાખ લોકો કોરોના પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે. તેમાંથી 2.68 લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3,937 લોકોના મૃત્યુ થયા છે. હાલ 12,038 લોકોની સારવાર ચાલી રહી છે.

5. દિલ્હી : આ વર્ષે એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા
શુક્રવારે અહીં 1,534 નવા કેસ આવ્યા હતા. આ વર્ષે એક જ દિવસે દર્દીઓની આ સૌથી મોટી સંખ્યા છે. અગાઉ 25 માર્ચે 1,515 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં અહીં 971 દર્દીઓ સાજા થયા અને 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અત્યાર સુધીમાં 6.54 લાખ લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે, 6.37 લાખ લોકો સાજા થયા અને 10,987 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 6,051 સારવાર હેઠળ છે.

6. હરિયાણા : 1300થી વધુ નવા કેસ નોંધાયા
શુક્રવારે અહીં 1322 નવા દર્દીઓ મળી આવ્યા, 748 સાજા થયા અને 8 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.84 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 2.74 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે અને 3,125 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે રાજ્યમાં હાલમાં 7,795 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

7. રાજસ્થાન : એક મહીનામાં 76 થી 800ને પાર થયા નવા કેસ
અહીં શુક્રવારે 853 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 266 દર્દીઓ સાજા થયા અને 3 લોકો પણ મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.28 લાખ દર્દીઓ સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 3.20 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2,811 લોકોએ જીવ ગુમાવ્યો છે. 23 ફેબ્રુઆરીએ અહીં 76 કેસ આવ્યા હતા, જે 26 માર્ચ સુધીમાં 800થી વધુ થઈ ગયા છે. એટલે કે, 700થી વધુનો વધારો નોંધવામાં આવ્યો છે.

Source : Bhaskar

Leave a Reply

Translate »