શિક્ષણમંત્રીની જાહેરાત: સીબીએસસી બોર્ડની પરીક્ષા 4 મેથી શરૂ થશે

કોરોના ઈફેક્ટ વચ્ચે સીબીએસઈ (CBSE)ના વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખોની ઘોષણાં કેન્દ્રિય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કરી છે. 4 મે થી 10 જુન 2021 સુધી આ પરીક્ષાઓ યોજાશે.પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1લી માર્ચ 2021થી શરૂ થઈ જશે.

શિક્ષણ મંત્રીના જણાવ્યા પ્રમાણે 15 જુલાઈ 2021 સુધીમાં પરિણામો જાહેર થઈ જશે. પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1લી માર્ચ 2021થી શરૂ થઈ જશે. પરીક્ષા દરમિયાન કોરોના મહામારીની ગાઈડાલાઈનનું પાલન કરવામાં આવશે. શિક્ષણમંત્રી પોખરીયાલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું હતું. જ્યાં ઓનલાઈન શિક્ષણ આપવું શક્ય નહોતું ત્યાં ડીટીએચ દ્વારા ટીવીના માધ્યમથી શિક્ષણ આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓને પરંતુ વિદ્યાર્થીઓના વાલીઓ પાછળ હટ્યા નથી. શિક્ષકો તો યોદ્ધા બનીને સામે આવ્યા છે. મને ગર્વ છે કે, શૈક્ષણિક ગતિવિધિઓ યથાવત રહી. અમે શિક્ષકો, વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા રહ્યાં. નીટની પરીક્ષા લેવાઈ જે કોરોના કાળની સૌથી મોટી સફળતા રહી. પહેલા આપણે મોબાઈલ ફોન દ્વારા માત્ર વાતો કરતા હતા હતા તે જ મોબાઈલ દ્વારા આપણે ભણતા થયા.

જાહેરાત કરતા પહેલા ટ્વીટર પર આપી જાણકારી

શિક્ષણમંત્રીએ જાહેરાત પહેલા જ ટ્વિટ કરીને કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે, સીબીએસઈ દ્વારા આયોજીત ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષાઓમાં બેસનારા આપણા વિદ્યાર્થીઓ પુરી મહેનત અને લગન સાથે તૈયારી કરી રહ્યાં હશે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અમે આજે પરીક્ષાઓની તારીખોની આજે સાંજે જાહેરાત કરીશું. પોખરિયાએ અગાઉ જ પરીક્ષા રદ ન થવા અંગે સંકેત આપ્યા હતા.

 બદલાયેલી પદ્ધતિ મુજબ યોજાશે પરીક્ષાઓ

કોરોના મહામારીને કારણે વિશેષ પરિસ્થિતિઓમાં આ વખતે સીબીએસઈએ ધોરણ 10 અને ધોરણ 12 માટે 30 ટકા અભ્યાસક્રમ ઘટાડી દીધો છે. આ ઘટાડવામાં આવેલા અભ્યાસ પર જ બોર્ડની પરીક્ષાઓ યોજવામાં આવશે. આ ઉપરાંત બોર્ડે પેપર પેટર્નમાં પણ કેટલાક મહત્વના ફેરફાર કર્યા છે.

Leave a Reply

Translate »