• Wed. Sep 27th, 2023

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની પ્રથમ કેબિનેટ ખેડૂતો માટે લાભ લઈને આવી

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર બન્યા પછી આજે પહેલી કેબિનેટ બેઠક મળી હતી. મુખ્યમંત્રી બન્યા પછી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટેનો પહેલો સૌથી મોટો નિર્ણય લીધો છે. જે મુજબ કુદરતી આફતો બાદ ચુકવાતી સહાયમાં રાજ્ય સરકારે વધારો કરાયો છે. કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે વધારો કરવાની મંજુરી આપી છે. કેશડોલ્સની રકમ અને SDRFના ધોરણોમા વધારો કરવામાં આવશે.

ઘરવખરીની નુકશાનીને રકમ બમણી કરવામાં આવી

આજની કેબિનેટમાં ઘરવખરીને થયેલા નુકસાનના વળતરમાં પહેલા 3800 રૂપિયા મળતા હતા, હવે વધારીને 7 હજાર રૂપિયા કરાયા છે. ઝૂપડા-કાચા મકાનમાં રહેતા લોકોને 10 હજાર રૂપિયાની સહાય કરાશે. જે પહેલા 4100 રૂપિયા સહાય મળતી હતી. ઘેટા-બકરાના 3 હજાર રૂપિયાથી વધારીને 5 હજાર રૂપિયા કરાયા. અતિવૃષ્ટીથી દૂધાળા પશુનું મૃત્યુ થાય તો 50 હજાર રૂપિયા સહાય કરાશે. મહત્તમ 5 પશુદીઠ સહાય અપાશે.  નવા સુધારાનો લાભ સૌરાષ્ટ્રના 3 જિલ્લાના લોકોને મળશે, તેવી જાહેરાત પણ આજે ગુજરાત સરકાર વતી રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણીએ કરેલી પત્રકાર પરીષદ કરીને આ જાણકારી આપી હતી.

કેબિનેટમાં અધિકારીઓ માટે પણ આ નિર્ણયો લેવાયા

  • . હવેથી સોમવાર અને મંગળવારે સચિવાલયમાં તમામ અધિકારીઓને હાજર રહેવું પડશે.
  • અધિકારીઓને આ બે દિવસ કોઈ જ કાર્યક્રમનું આયોજન નહીં કરવા સૂચના આપવામાં આવી છે.
  • આ બે દિવસ મુલાકાતીઓને અધિકારીઓ મળશે. તેમજ મુલાકાતીઓને બહાર ન બેસવું પડે તેવી વ્યવસ્થા કરવાની પણ સૂચના
  • લોકોના પ્રશ્નો સાંભળવા માટે મંત્રીઓ અને અધિકારીઓ આ બે દિવસ ખાસ સચિવાલયમાં હાજર રહેશે. 

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »