સુરતમાં લગ્નમાં આવતી મહારાષ્ટ્રની લકઝરી બસને નડ્યો અકસ્માત, ત્રણના મોત, સાતને ઈજા

સુરતમાં લગ્નમાં આવતી મહારાષ્ટ્રની લકઝરી બસને નડ્યો અકસ્માત, ત્રણના મોત, સાતને ઈજા

તાપી જિલ્લાના બાજીપુરા નજીક આજે મળસ્કે મહારાષ્ટ્રના માલેગાંવથી ૩૫ જાનીયાઅોને લઈને સુરત લગન્માં આવતી લકઝરી બસને અકસ્માત નડ્યો હતો. રોડની સાઈટમાં ઉભેલા ટેન્કરમાં પાછળથી લકઝરી બસ ઘુસી જતા પતી પત્ની સહિત ત્રણ જણાના ઘટના સ્થળે જ કરૂમમોત નિપજ્યા હતા જયારે સાત જણાને ઇજા પહોચી હતી.અકસ્માતને કારણે સમગ્ર વિસ્તાર ચિચિયારીઅોથી ગુંજી ઉઠ્યો હતો. બનાવની જાણ થવાની સાથે પોલીસ તાકિદે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને મૃતદેહોને પીઍમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા તો ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.અક્સ્માતને પગલે લગન્નો ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.
સુત્રો પાસેથી મળતી વિગત મુજબ મહારાષ્ટ્રના માલેગાંવથી ગઈકાલે રાત્રે સુરતના લિંબાયત વિસ્તારમાં લગન્ પ્રસંગમાં લકઝરી બસ આવી રહી હતી. જાનીયાઅોની લકઝરી બસને મળસ્કે છ વાગ્યાના આરસામાં સુરત ધુલિયા હાઈવે તાપી જિલ્લાના વ્યારાના બાજીપુરા પાસેથી પસાર થતી હતી તે વખત અકસ્માત નડ્યો હતો. ચાલકે બસ ટેન્કરમાં પાછળના ભાગમાં ઘુસાડી દેતા સર્જાયેલા અક્સ્માતમાં ત્રણ જણાના ઘટના સ્થળ ેજ મોત નિપજ્યા હતા જયારે સાત જણાને ઇજા પહોંચી હતી. અકસ્માતને કારણે સમગ્ર વિસ્તાર ચિચિયારીઅોથી ગુંજી ઊઠ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે ત્રણ ગંભીર ઇજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જેમાં નઇમ હાજી રસીદ મણિયાર (ઉં.વ.૫૧ રહે. કોપર ગામ મહારાષ્ટ્ર), અઝહર અજ્જી મણિયાર (ઉં.વ.૨૨ રહે. ઍજન) અને નૂર મહંમદ ફકીર મહંમદ (ઉં.વ.૪૫ રહે. નંદુરબાર, મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે. વધુમાં બસનો કંડકટર તરફનો ૪૦ ટકા જેટલો ભાગનો ખુરદો થઈ ગયો હતો.

મૃતકોના નામ
રઉફ ભીખન શેખ (ઉ.વ.૬૫)ï, જૈબુનિશા રઉફ શેખ (ઉ.વ.૫૫) રહે. નાસિક, મહારાષ્ટ્ર, કય્યુમï અબ્દુલ શેખ રહે. મુંબઈ

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »