બોલીવુડના કિંગખાને પુત્રનું નામ ‘આર્યન’ કેમ રાખ્યું..?

શાહરૂખ ખાનનો મોટો દીકરો આર્યન આજે 23 વર્ષનો થઈ ગયો છે. તે બૉલીવુડમાં ડેબ્યૂ ક્યારે કરશે, એની ફૅન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે તેણે બૉલીવુડ ફિલ્મ ધ લાયન કિંગ હિન્દી ડબિંગમાં પોતાનો અવાજ આપ્યો છે. પરંતુ ફેન્સ હવે એને સ્ક્રીન પર જોવા માંગે છે.


આર્યન ખાનનો જન્મ 13 નવેમ્બર 1997ના રોજ નવી દિલ્હીમાં થયો છે.  તે 23 વર્ષનો થયો છે.આર્યન તેના પિતાની ખૂબ નજીક છે. એકવાર જ્યારે શાહરૂખ ખાન પર એક છોકરીએ એવી કમેન્ટ કરી દીધી હતી, ત્યારે આર્યને એ છોકરીને માર માર્યો હતો.આર્યનના જન્મદિવસે એની માતા ગૌરી ખાન અને એની બહેન સુહાના ખાને એક સ્પેશ્યલ પોસ્ટ શૅર કરી છે.શાહરૂખ ખાન અને ગૌરી ખાનના ત્રણ બાળકો છે, જેમાં આર્યન અને સુહાના વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે.સૌથી નાનો દીકરો અબરામ ખાન પિતા સાથે મુંબઈમાં રહે છે.આર્યન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર સ્ટારકિડ્સ છે.પોતાના પિતાની જેમ આર્યન ખાન હંમેશા ચર્ચામાં રહે છે.આર્યન ખાન ઘણો સ્ટાઈલિશ અને હેન્ડસમ છે.

છોકરીઓ વચ્ચે આર્યન ખાનની જબરદસ્ત ફૅન ફૉલોઈંગ છે. આ જ કારણથી આર્યન ખાનનું નામ પણ ઘણી છોકરીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. એમાં અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલીનું નામ પણ શામેલ છે. આર્યન અને નવ્યા એક જ સ્કૂલમાં ભણ્યા છે.થોડા સમય પહેલા નવ્યા અને આર્યનની એક તસવીર વાઈરલ થઈ હતી, એ તસવીરમાં અનુમાન લગાવી શકો છે કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

આર્યન ખાન હાલ ન્યૂ-યોર્કમાં છે પરંતુ તે પહેલા તે લંડનમાં અભ્યાસ કરતો હતો.તે સમય દરમિયાન એનું નામ લંડનની એક બ્લૉગર સાથે જોડાયું હતું, જેની સાથે તેની તસવીરો વાયરલ થઈ હતી. સાથે એવા અહેવાલો પણ આવ્યા હતા કે લંડનની બ્લૉગર સાથે ગૌરી ખાને મુલાકાત લીધી હતી અને એને તે ઘણી સ્વીટ લાગી હતી. આર્યન ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાઈરલ થઈ જાય છે. ફૅન્સ એની તસવીરોને ઘણી પસંદ કરે છે. આર્યન, સુહાના ખાન અને અબરામ ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાઈરલ થઈ જાય છે. થોડા સમય પહેલા શાહરૂખ ખાનને દીકરા આર્યન ખાનને લઈને એક ખુલાસો પણ કર્યો હતો કે, તેઓ ફિલ્મોમાં તેને એક્ટરના રૂપમાં જોવા નથી માંગતા, તેને ફિલ્મ પ્રોડક્શનમાં કામમાં રસ છે.

શાહરુખે રમૂજ અંદાઝમાં આ રીતે જણાવ્યું હતું કારણ….

શાહરૂખ ખાને એક ઇન્ટરવ્યુમાં તેમના મોટા દીકરા આર્યનનાં નામ પાછળની એક રસપ્રદ વાર્તા કહી હતી. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન અને ગૌરીએ 1991 માં તેમના લગ્નના 6 વર્ષ પછી 1997 માં તેમના પ્રથમ પુત્રને જન્મ આપ્યો હતો.  મોટા દીકરાનું નામ શાહરૂખ અને ગૌરીએ નામ આર્યન રાખ્યું હતું. બન્નેએ પોતાના દીકરાનું નામ આર્યન એટલે રાખ્યું હતું કારણકે શાહરૂખ અને ગૌરીને આ નામથી પ્રેમ હતો અને ઘણા રમૂજી અંદાજમાં શાહરૂખ ખાને કીધું કે જ્યારે કોઈ છોકરી એનું નામ આર્યન સાંભળશે તો તે ઘણી ઈમ્પ્રેસ થઈ જશે. શાહરૂખ ખાનનો દીકરો આર્યન એકદમ પિતાની કાર્બન કોપી લાગે છે. આ સ્ટારકિડને ઈન્સ્ટાગ્રામ પર એક મિલિયન્સથી વધારે લોકો ફૉલો કરે છે. શાહરૂખ ખાન છેલ્લા 26 વર્ષથી બૉલીવુડમાં રાજ કરે છે.

શાહરૂખ ખાનનો સ્ટારડમ એવો છે કે આર્યન સાથે અબરામ પણ હેડલાઇન્સમાં રહે છે. સંભવત: અભ્યાસ પૂરો કર્યા બાદ શાહરુખ તેની કારકિર્દીને રૂપ આપશે.

 

View this post on Instagram

 

A post shared by Aryan Khan (@___aryan___)

Leave a Reply

Translate »