કાેરાેનાકાળ દરમિયાન રદ કરાયેલી ટ્રેનાેની ટિકિટનું રિફંડ નથી મેળવી શકનારાઆેને મળશે આ રાહત

લોકડાઉન દરમિયાન રદ કરવામાં આવેલી ટ્રેનાેની ટિકિટોનું રિફંડ જાે તમે ન મેળવી શક્યા હાેય તાે હવે ચિંતા ન કરતા ભારતીય રેલવે હવે રેલવે કાઉન્ટર પરથી બુક કરાવવામાં આવેલી ટિકિટો મેળવવાનું ટાઇમિંગ બીજીવાર બદલતાં તેને 9 મહિના સુધી વધારવામાં આવ્યું છે.
રિપાેર્ટ મુજબ IRCTC ના અનુસાર જે લોકોએ 21 માર્ચ 2020 થી 31 જુલાઇ વચ્ચે મુસાફરી માટે ટિકિટ બુક કરાવી હતી, તે લોકોને રિફંડ મળી શકશે. નાેંધનીય છે કે આ નિયમ નિર્ધારિત ટાઇમ ટેબલવાળી ફક્ત તે રેલ ગાડીઓ માટે ખરીદવામાં આવેલી ટિકિટો પર જ લાગૂ થશે જેને રેલવે દ્વારા લોકડાઉનના લીધે રદ કરવામાં આવી હતી. તો બીજી તરફ મુસાફરોએ આઇઆરસીટીસી પોર્ટલ દ્વારા ટિકિટ બુક કરાવી હતી, તેમને રિફંડ પ્રોસેસ ઓટોમેટિક પુરી થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારીના ખતરાને જોતાં 22 માર્ચથી ટ્રેનોની સેવાઓને બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ રેલવેએ ટિકિટ રદ કરાવવા અને ભાડું રિટર્ન કરવાને લઇને દિશા નિર્દેશ જાહેર કર્યા હતા. તે અનુસાર રેલવે દ્વારા રદ કરવામાં આવેલી ગાડીઓ માટે પીઆરએસ કાઉન્ટર ટિકિટને જમા કરાવવાની સમય સીમાને 3 દિવસથી વધારી (યાત્રાના દિવસને છોડી) 6 મહિના કરી દીધા હતા અને 139 અથવા આઇઆરસીટીસીની વેબસાઇટ પરથી ટિકિટ રદ કરાવવાની સ્થિતિમાં પણ કાઉન્ટર પરથી રિફંડ પ્રાપ્ત કરવાની સમય-સીમાને પણ વધારીને મુસાફરીની તારીખથી 6 મહિના કરી દેવામાં આવી હતી.

Leave a Reply

Translate »