કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ રેલવેના એક ઉચ્ચ અધિકારી મહેન્દ્રસિંહ ચૌહાણની રૂપિયા એક કરોડની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી હતી. આ કેસમાં અધિકારીના બે સાથીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. ભારતીય રેલવેમાં લાંચના આ કેસની તપાસ દરમિયાન સીબીઆઇએ દેશમાં અલગ-અલગ 20 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા.
સીબીઆઇએ રેલવેના એન્જિનીયરિંગ સેક્શનના 1985 બેચના આઇઆફઇએસ અધિકારીની ધરપકડ એવા સમયે કરી જ્યારે અધિકારી પૂર્વ-ઉત્તર રેલવેની પરિયોજનાઓના કરારમાં ચોખઠુ ગોઠવવા માટે એક કરોડ રુપિયા લાંચ પેટે લઇ રહ્યા હતા. સીબીઆઇએ એક કરોડ રુપિયા રોકડ પણ જપ્ત કરી હતી. રેલવનો અધિકારી અસામમાં ફરજ બજાવી રહ્યો હતો.
આ પહેલા પણ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ એ ભારતીય રેલવેના એક ઉચ્ચ અધિકારીની ગત વર્ષે ઓક્ટોબરમાં ધરપકડ કરી હતી. અધિકારી પર ટેન્ડર પાસ કરાવવા માટે 2.73 કરોડ રુપિયાની લાંચ લેવાના આરોપ હતા.