ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ અંગે સુનાવણી ટળી: માર્ચની પરવાનગી આપવી કોર્ટનું નહીં પોલીસનું કામ : સુપ્રીમ કોર્ટ

26 જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસના દિવસે ખેડૂત સંગઠનોએ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી છે. દિલ્હી પોલીસ આ રેલીના વિરોધમાં છે, જ્યારે ખેડૂત સંગઠનોએ માગ કરી છે કે તેમને રેલી કાઢવાની મંજૂરી આપવામાં આવે. આ અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બુધવાર સુધી ટળી ગઈ છે, પરંતુ કોર્ટે કહ્યું છે કે દિલ્હીમાં કોણ આવશે, કોણ નહીં એ પોલીસ નક્કી કરશે, કારણ કે આ કાયદા વ્યવસ્થા સાથે જોડાયેલો મામલો છે.

ખેડૂતોએ જાહેરાત કરી છે કે, તેઓ પ્રજાસત્તાક દિને દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢશે. આ ટ્રેક્ટર રેલી દિલ્હીના રિંગ રોડ પર કાઢવામાં આવશે. જ્યારે દિલ્હી પોલીસે કાયદો વ્યવસ્થા બગડે તેવો હવાલો આપતાં રેલીનો વિરોધ કર્યો. જેને લઇને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઇ.

સોમવારે સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રામલીલા મેદાને પ્રદર્શનની પરવાનગી પર પોલીસે નિર્ણય કરવાનો છે. જ્યારે શહેરમાં કેટલા લોકો અને કેવી રીતે આવશે તે પોલીસ નક્કી કરશે. ચીફજસ્ટિસે કહ્યું કે, શું અદાલતને બતાવવું પડશે કે સરકાર પાસે પોલીસ એક્ટ હેઠળ કયો પાવર છે. જો કે, સોલિસિટર જનરલ તરફથી પ્રજાસત્તાક દિનનો હવાલો આપીને કોર્ટના નિર્દેશની અપીલ કરી તો હવે આની પર વિસ્તારમાં બુધવારે સુનવણી હાથ ધરાશે.

Leave a Reply

Translate »