પીએમ મોદીએ અમદાવાદ મેટ્રો ફેઝ-2 અને સુરતના મેટ્રો રેલ પ્રોજેક્ટનું કર્યું ભૂમિ પૂજન, સુરતની કરી તારીફ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેટ્રોના ફેઝ -2 અને સુરત મેટ્રો પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું છે. વિડિયો-કોન્ફરન્સિંગ દ્વારા સવારના 11:00 વાગ્યે આ પ્રોગ્રામ યોજાયો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, કોરોનાકાળ દરમિયાન પણ 17 હજાર કરોડથી વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ થઈ રહ્યું છે. અમદાવાદ-સુરત ગુજરાતનું આત્મનિર્ભરતાનું પ્રતીક છે. આ મેટ્રો પ્રોજેક્ટ અમદાવાદ-સુરતમાં કનેક્ટિવિટીનું કામ કરશે. સુરત એક ભારત શ્રેષ્ઠ ભારતનું ઉદાહરણ છે અને સુરત વિશ્વનું 14મું સૌથી તેજીથી વિકસતું શહેર છે.

અમદાવાદમાં મેટ્રો રેલ યોજનાના બીજા તબક્કામાં કુલ 28.25 કિલોમીટરની લંબાઇના બે માર્ગો પર મેટ્રોનું સંચાલન થશે. પ્રથમ કોરિડોર મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી હશે. તેની લંબાઇ 22.83 કિલોમીટર હશે. જ્યારે બીજા કોરિડોર જીએનએલયુથી ગિફ્ટ સિટી સુધી હશે અને તેની કુલ લંબાઇ 5.41 કિલોમીટર હશે.

આ યોજના પાછળ કુલ 5384.17 કરોડ રૂપિયા ખર્ચ થશે. કુલ 40.35 કિલોમીટર લંબાઇના બે મેટ્રો રેલ કોરિડોરવાળી સુરત મેટ્રો રેલ યોજનાનો અનુમાનિત ખર્ચ 12020.32 કરોડ રૂપિયા છે. સરથનાથી ડ્રીમ સિટી સુધી પ્રથમ કોરિડોરની કુલ લંબાઇ 21.61 કિલોમીટર છે. જેમાં 6.47  કિલોમીટર ભૂગર્ભ છે અને 15.14 કિલોમીટર વિસ્તાર જમીનની ઉપર છે. આ કોરિડોર 20 સ્ટેશન સરથના, ગાંધી બાગ, મજૂર ગેટ, રૂપાલી કનાલ, ડ્રીમ સિટીને જોડશે. 

જ્યારે બીજું કોરિડોર ભેસનથી સરોલી લાઇન સુધી હશે, જેની લંબાઇ 18.74 કિલોમીટર હશે. તે સંપૂર્ણ રીતે જમીનથી ઉપર હશે. તે 18 મેટ્રો સ્ટેશન ભેસન, ઉગાટ, વારિગ્રહ, પાલનપુર રોડ, એલપી સાવની સ્કૂલ, અડાજન ગામ, એક્વેરિયમ, મજૂર ગેટ, કામેલા દરવાજા અને સરોલીને જોડશે.

Leave a Reply

Translate »